________________
મંગલાચરણ
૧૦૩
તેવાજ ઉચ્ચ સંસ્કારો હોય તો સોનામાં સુગંધ જેવો સુમેળ કહેવાય.
ભરયૌવન કાળમાં માનવી ઈન્દ્રિયોના સુખ માટે જેવો ઉત્સાહિત બને છે, તેવો સંયમના માર્ગમાં
ઉત્સાહિત બને તે શું બાકી રહે ! ગૃહસ્થોના વૈવાહિક જીવનની મર્યાદા અંગે લખે છે કે कुलशीलसमैः सार्द्ध, कृतोद्वाहोऽन्यगोत्रजः ।
જેનાં કુળ અને શીલ સમાન હોય અને ગોત્રની અપેક્ષાએ અન્ય ગોત્રી હોય તેવા કુટુમ્બની કન્યા સાથે ગૃહસ્થ વિવાહ કરે. ભર યૌવનમાં સંસારની અસારતા જાણુને જે કોઈ ચારિત્ર અંગીકાર કરે તે તો કોડાનુક્રોડ ધન્યવાદને પાત્ર છે. ભર યૌવન કાળમાં માનવી જે રીતે ઇન્દ્રિયોનાં વૈષયિક સુખ ભોગવવા માટે ઉત્સાહિત બને છે, તે જ રીતે જે મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉત્સાહિત બને તો બાકી શું રહે ! છતાં બધા જીવોમાં તેવો ઉત્સાહ પ્રગટવો અતિ દુર્લભ હોય છે. કોઈ વિરલ અને પૂર્વના આરાધક આત્માઓમાં તેવો ઉત્સાહ જરૂર પ્રગટે છે, અને તેવા આત્માઓ લઘુ વયમાં અથવા ભર યૌવન કાળમાં પણ ચારિત્ર અંગીકાર કરી જરૂર નરજન્મના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરે છે.