________________
મંગલાચરણ
૧૦૧
બંધાએલા કર્મો ઉદયમાં આવતાં, જીવને તેના શુભાશુભ વિપાક ભોગવવા જ પડે છે. ગમે તેવા અશુભના ઉદયકાળમાં પણ સત્ પુરૂષો પોતાના ઉચ્ચ સ્થાનનો ત્યાગ કરતા નથી અને સમભાવે ઉદયકાળને ભોગવી લે છે. છેલ્લે ભર્તુહરી લખે છે કે:
सतांकेनोद्धिष्ट, विषममसिधारा व्रतमिदम् ।
સજજનો માટે અત્યંત કઠીન તલવારની ધારપર ચાલવા જેવું અસિધાર વ્રત કોણે ઉપદેશ્ય હશે ? આવું અસિધારા વત મહાપુરૂષોએ ઉપદેશ્ય છે, છતાં સજ્જનોના જીવનમાં આવું અસિધારા વ્રત સ્વાભાવિક જ હોય છે. આપણે મૂળ વિષય શિષ્ટાચાર પ્રશંસક હતો પણ વચમાં આપણે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયો પર લંબાણથી વિસ્તૃત વિવેચન કર્યું. શિષ્ટજનોના આચાર વિચારના પ્રશંસક બની આપ સૌ સદાચારપરાયણ બનો એ જ એક મહેચ્છા.