________________
૧૦૬
મંગલાચરણ
- ૬ ષ્ટાંત લગ્ન જીવનમાં કુળ અને શીલ અંગેની થોડીક વિષમતાના પરિણામે સતિ સુભદ્રા ને કેટલું બધું વેઠવું પડયું હતું ! સુભદ્રા મહાસતિ હતી ને તેનું શીલવ્રત અખંડ હતું, એટલે શાસનદેવીએ તેની લાજ રાખી દીધી.
સુભદ્રાના પિતા જિનદાસ ચુસ્ત જિન ધર્મી હતા. તેમનો દૃઢ સંકલ્પ હતો કે, મારી પુત્રીને જૈન ધર્મના અનુયાયી વેરે પરણવીશ. ગમે તેવો - દેવસ્વરૂપી મુરતિઓ હોય છતાં મિથ્યાષ્ટિ હોય તો તેવા વેરે પુત્રી નહીં આપવી, તેવો સુભદ્રાના પિતાનો દૃઢ નિર્ધાર હતો. છતાં કર્મ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તે જ નગરીમાં બુદ્ધદાસ કરીને કોઈ યુવાન પુરૂષ હતો, તેના માતા-પિતા બૌદ્ધ ધમી હતા. બુદ્ધદાસની ઈચ્છા સુભદ્રા વેરે પાણિગ્રહણ કરવાની હતી. પણ તે સુભદ્રાના પિતાના નિયમને જાણતો હતો. એકાદવાર બુદ્ધદાસના પિતાએ જિનદાસ શેઠ પર પોતાની પુત્રી પોતાના પુત્રવેરે પરણાવવા કહેણ પણ મોકલાવેલું, પણ મેળ જામ્યો નહીં. એટલે બુદ્ધદાસે ઉપાશ્રયમાં જૈન સાધુઓના સંપર્કમાં આવીને જૈન ધર્મનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની પાછળનો તેનો ધ્યેય સુભદ્રા મેળવવાનો હતો.
તેના જૈન ધર્મના અભ્યાસથી આકર્ષાઈને સુભદ્રાના પિતાએ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કરી આપ્યા. થોડા સમય સુધી તો ઠીક ચાલ્યું, પણ તેના સાસરિયા બૌદ્ધ