________________
મંગલાચરણ
૧૦૭
ધમી હોવાથી સુભદ્રાને અનેક પ્રકારે સતાવવા લાગ્યા. સતિ સુભદ્રા જૈન ધર્મમાં એકદમ દૃઢ શ્રદ્ધાવાળી હતી. તેમાંયે તેની સાસુ તો અત્યંત વિફરેલી, તે તો અહર્નિશ સુભદ્રાના છિદ્રો જોયા કરતી હતી. આ સંસારનો ઘાટ જ એવો છે, તેમાં જીવને ક્યાંય શાંતિ નથી. અનંત દુઃખમય સંસારમાં સુખની આશા રાખવી એ જ ઘોર અજ્ઞાનતા છે. જીવ ધર્મનું શરણ અંગીકાર કરે તો જરૂર પરંપરાએ અનંત દુઃખમય સંસારમાં પણ ચિત્તની સમાધિના સુખને અનુભવતો અનુભવતો અનંત સુખમય એવા મુક્તિ સ્થાનને પામી શકે. સંસારમાં વિષમતાનો પાર નથી. '
સતિ સુભદ્રાને ઘેર મુનિરાજ વહોરવા પધાર્યા. તેમની આંખમાં તણખલું પડેલું અને તેના કારણે આંખમાંથી નીર કરતું હતું. મુનિરાજ જિનકલ્પી હોવાથી તેમનું શરીર પ્રતિ લક્ષ હતું નહીં. છતાં શરીરમાં તેમને તીવ્ર વેદના થતી હતી, એટલે સુભદ્રાએ જીભવડે તરણું બહાર કાઢી નાખ્યું. એટલામાં મુનિરાજના કપાળમાં સુભદ્રાના કપાળમાં જે કુંકુ હતું તે ચોંટી ગયું. અને સાસુ તો રાહ જોઈને જ બેઠી હતી, તેણે સુભદ્રાની માથે આળ ચડાવી દીધું. બુદ્ધદાસના કાનમાં પણ ઝેર રેડી દીધું કે, જે આ સુભદ્રાના ચરિત્ર કેવા છે ? જેને તું સતિ માની બેઠો છે, એણે તો સાધુને પણ ન છોડ્યા. અને તેની સાથે આવું કર્મ કર્યું. ભલે આ તારી વહુ સોના જેવી હોય પણ આપણા ઘરમાં તેનું કામ નથી. આખી નગરીમાં એ વાત ફેલાઈ ગઈ. લોકો જૈન ધર્મ અને જૈન સાધુઓ માટે પણ જેમતેમ બોલવા લાગ્યા, એટલે એ