________________
મંગલાચરણ
णवि कुम्वइ कम्मगुणेजीवो, कम्मतहेवजीवगुणे । अण्णोण्ण णिमित्तणदु, परिणाम जाण दोण्हंपि ॥
જીવ કર્મના ગુણને કરતો નથી તેમજ કર્મ જીવના ગુણને કરતા નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામે, થતા હોય છે. કુંદકુંદસ્વામીએ કેટલી સ્પષ્ટ વાત કરી છે, આવી રીતે જીવ અને પુગલના પરસ્પરના નિમિત્તથી પરિણામ ન થતા હોય તો સંસાર પર્યાય જ ઘટે નહીં, અને બંધમોક્ષની વ્યવસ્થા પણ ઘટી શકે નહીં. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ વાતને સ્વવિરચિત આત્મસિદ્ધિમાં તદન સ્પષ્ટ કરી નાખી છે કે :
ઝેર સુધા સમજે નહીં,
જીવ ખાય ફળ થાય, | એમ શુભાશુભ કર્મનું, - ભોક્તા પણું જણાય છે
ઝેર કે સુધા જડ હોવાથી કાંઈ સમજતા હોતા નથી. છતાં તેનું ભક્ષણ કરનાર જીવને તેનું ફળ મળે જ છે. બસ એવી જ રીતે શુભાશુભ કર્મનું ભોક્તાપણું પણ જીવને બરાબર ઘટે છે. દુનિયામાં એક રાજા ને એકરંક, એક બુદ્ધિમાન ને એક બુદ્ધિમંદ, એ બધા જે ભેદો છે તે કોઈ પણ પ્રકારના અદૃષ્ટ કારણને માન્યા વિના શી રીતે ઘટી શકે ?