________________
મંગલાચરણ
પલટાઈ ન જાય એ વાત તદ્દન બરાબર છે. પણ એટલા માત્રથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયરૂપે અથવા બાધારૂપે ન થાય તેવી વાત જૈન દર્શનને માન્ય નથી. એક દ્રવ્ય અન્ય દ્રવ્યને સહાયરૂપ અથવા બાધારૂપ જરૂર થાય છે.
કર્મવાદને ન સમજ્યા તે અધ્યાત્મવાદને
કયાંથી સમજી શકવાના ? જ્ઞાની મહાપુરૂષો ગમે તેવા કર્મના ઉદયકાળને સમતા. ભાવે ભોગવી લે છે. શરીરમાં તીવ્ર વેદનાના સમયે પણ તેઓ મનમાં વિષમ ભાવને આવવા દેતા નથી, એ બધી વાત બરાબર છે. પણ એટલા માત્રથી કર્મોદયની અસર જ આત્મા પર ન હોય તે અનંતાનંત દુઃખો જીવને શા કારણે ભોગવવા પડે છે ? એકને આખા દિવસમાં જ્ઞાનની સો ગાથાઓ કંઠસ્થ થઈ જાય છે, બીજાને એક ગાથા ચડતી નથી તેનું કારણ શું ? ત્યાં કહેવું જ પડશે કે, એકને જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય છે, અને બીજાને ભવાંતરની જ્ઞાનની આરાધનાના યોગે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થએલો છે. કર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો તરત
ખ્યાલ આવી શકે છે, કર્મ જડ હોવા છતાં આત્મા પર તેનો કેટલો પ્રભાવ પડે છે ! જ્ઞાનાવરણીય મોહનીય વગેરે ઘાતી, કર્મો પણ જડ છે, પણ તે કર્મો નથી ખપતા ત્યાં સુધી સ્વરૂપે બધા જીવો કેવલજ્ઞાન સ્વરૂપી હોવા છતાં કોઈ પણ જીવો કેવલજ્ઞાન પામી શકતા નથી. તે ઘાતી કર્મોની ઉત્તર પ્રકૃતિઓમાં કેટલીક દેશઘાતી હોય, કેટલીક સર્વઘાતી હોય.