________________
મંગલાચરણ
પોતાના મંતવ્યનું પર્તિ સ્થાપન કરે ત્યાં સુધી જ નય નય છે. પોતાના મંતવ્યનું ગમે તેટલી દૃઢતાથી સ્થાપન કરે ત્યાં સુધી કોઈ જ વાંધો નહીં, પરંતુ બીજા નયોના મંતવ્યનું જે ઉત્થાપન કરે તો નય નય મટીને દુર્નયામાં પલટાઈ જાય. દ્રવ્યાર્થિક નય હોય કે, પર્યાયાર્થિક નય હોય, નિશ્ચયનય હોય. કે, વ્યવહાર નય હોય, તે પોતાના વિષયની ભલે મુખ્યતા. રાખે, અને તે એટલે સુધી કે બીજા નયોની અપેક્ષાઓને ભલે ગૌણ કરી નાખે, ત્યાં સુધી પણ તે નયની ગણના સુનયમાં જ થશે. પણ બીજા નયોની અપેક્ષાઓનો જે લોપ કરે, ગૌણ કરવાને બદલે વિરોધ જ કરે રાખે, તો તે નય સુનયની કોટીમાં નહીં પણ દુર્નયની કોટીમાં ગણાય.
એકાંતવાદને જન્મ આપનાર દુર્નયવાદ
દ્રવ્યાર્થિક નય પદાર્થની નિત્યતા ભલે સ્થાપન કરે, પણ પર્યાય દૃષ્ટિએ આત્મામાં રહેલા અનિત્ય ધર્મનો તે લોપ ન કરી શકે, તેવી રીતે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જરૂર એવી પ્રરૂપણ કરી શકાય કે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. પણ વ્યવહારનયની દષ્ટિએ આત્મા આઠ કર્મનો પણ કર્યા છે તે વાતનો લોપ ન કરી શકાય. જો નિશ્ચયનય તે દષ્ટિનો લોપ કરે, તો તે નય મટીને દુર્નયામાં પલટાઈ જાય. દુનિયામાં અનેક પ્રકારના જે એકાંતવાદો પ્રવતેલા છે, તેને જન્મ આપનાર આ દુર્નયવાદ જ છે ! જ્યારે સમ્યમ્ નયવાદ એજ સ્વાદુવાદ છે. પદાર્થ માત્ર અનંત ધર્માત્મક હોય છે, તેમાંના કોઈ પણ ધર્મને આધારે પદાર્થની વ્યાખ્યા જરૂર