________________
મંગલાચરણ
પુરૂષ કહેવામાં આવે છે. સુખદુઃખાદિનો ભોગ બુદ્ધિ કરે છે અને પુરૂષ આત્મા બ્રાંતિને લીધે માની લે છે કે, સુખદુઃખાદિ હું ભોગવી રહ્યો છું. બસ આને જ સાંખ્ય દર્શનમાં પુરૂષ અને પ્રકૃતિ અંગેનું ઘોર અજ્ઞાન કહેવામાં આવે છે. જ્યારે પુરૂષઆત્માને એવું ભેદવિજ્ઞાન થઈ જાય કે, સુખદુઃખાદિનો ઉપભોગ પ્રકૃતિ કરે છે, હું આત્મા અકર્તા અને અભોક્તા છું, તેને સાંખ્ય દર્શનમાં વિવેકખ્યાતિ કહેવામાં આવે છે. જો કે, સાંખ્ય દર્શન પણ આત્માને અમૂર્તિક માને છે અને તે જ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે તેમ પણ માને છે. ખરી રીતે જે અમૂર્તિક તત્વ હોય તેનું પ્રતિબિબ શી રીતે પડે ! આ બાબતમાં તેમણે સૂકમ દૃષ્ટિથી વિચારવાનું રહે છે. બસ, તેવી જ રીતે જૈન દર્શનમાં પણ કેટલાક જૈનાભાસ જેવા એવી પ્રરૂપણ કરતા હોય કે, કર્મ જડ હોવાથી આત્મા તેનો કર્તા નથી, કર્તા નથી તો ભોક્ત પણ નહીં રહે. પછી મોક્ષ અને મોક્ષનાં જ્ઞાન દર્શનાદિ ઉપાયનો પણ કોઈ અર્થ નહી રહે. તેવાને જૈન દર્શનના નહીં પણ સાંખ્ય દર્શનના અનુયાયી સમજવા. ષપદના શ્રદ્ધાનને જ જૈનીઝમમાં સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે અને મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ ષપદના સભ્યશ્રદ્ધાન વિના સમ્યક્ત્વ ઘટી શકે જ નહીં.
નયવાદ અને દુર્નયવાદ
વચમાં આપણે ઘટના કરી ગયા તેમ નયવાદની અપેક્ષાએ આત્માના કર્તાપણાની જરૂર વિવક્ષા કરી શકાય.