________________
મંગલાચરણ
શું તે કર્મો આત્માને કોઈ અસરજ કરતા નથી ? તો તો શું જોઈએ? જો કર્મની અસરજ આત્મા પર ન હોત, તો અત્યારે બધા જીવો સિદ્ધ નિરંજન ન હોત કર્મની અસર આત્માના પરિણામ પર નહીં માનનારા ખરી રીતે કર્મવાદને સમજ્યા જ નથી. અને કર્મવાદને નહીં સમજનારા અધ્યાત્મવાદને શું સમજી શકવાના છે ? તેઓ પોતાને ભલે આધ્યાત્મિક કહેવડાવતા હોય, પણ સાચા અધ્યાત્મિક બનવું એ સહેલી વાત નથી. સાંખ્ય દર્શનની માન્યતા મુજબ આત્મા
અકર્તા અને અભોક્તા આત્માને કર્મનો કર્તાભોક્તા માનવામાં ન આવે તો સાંખ્ય દર્શન અને જૈન દર્શન વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. સાંખ્ય દર્શન આત્માને અકર્તા અને અભોક્તા માને છે, અને સત્વ, રજ અને તમ સ્વરૂપ પ્રકૃતિને જ કર્તા માને છે. સાંખ્ય દર્શનની માન્યતા પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાંથી અહંકારાદિ ઉત્પન્ન થાય છે. અને તેમાંથી આખો સંસાર ઊભો થાય છે. બુદ્ધિને તેઓ ઉભયમુખ દર્પણકાર માને છે. તેમાં એક બાજુ સુખદુઃખાદિ પ્રતિબિંબિત થાય છે અને બીજી બાજુથી આત્મા પોતે તેમાં સાંખ્ય દર્શનની માન્યતા પ્રમાણે પ્રતિબિંબિત થાય છે. સુખદુઃખાદિનો ઉપભોગ બુદ્ધિ કરતી હોય છે, પણ તેમાં પોતાનું પ્રતિબિંબ પડવાને લીધે આત્મા એમ માની બેસે છે કે, સુખદુઃખાદિ હું પોતે ભોગવી રહ્યો છું. આત્માને સાંખ્ય દર્શનની ભાષામાં