________________
મંગલાચરણ
કરી શકાય પણ તેટલાથી બીજા ધર્મોનો લોપ તો ન જ કરી શકાય. પદાર્થ માત્રની વિચારણા સાપેક્ષ દૃષ્ટિથી કરવાની હોય છે. નિરપેક્ષ વચન વ્યાપારને જ્ઞાનીએ જૂઠો કહ્યો છે. સાપેક્ષ વચન વ્યવહારને જ્ઞાનીએ સાચો કહ્યો છે. નિરપેક્ષ વચન વ્યવહાર એ તો ઘોર સંસાર ફળસ્વરૂપ છે તેને સાંભળી અને જીવનમાં આદરીને શું રાચી રહ્યા છો ? આ વ્યાખ્યા યોગીરાજ પૂ. આનંદઘનજીએ ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનમાં કરેલી છે. યોગીરાજે તેમાં બુલંદ અવાજે ઘોષણું કરી છે કે :
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો ! વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો છે ,
માટે સાપેક્ષ દૃષ્ટિ એ જ સમ્યગ્ર દૃષ્ટિ છે, જ્યાંરે નિરપેક્ષ દૃષ્ટિ એ મિથ્યા દૃષ્ટિ છે. એક જ વ્યક્તિ કોઈ અપેક્ષાએ કોઈનો પિતા હોય છે, તો કોઈનો પુત્ર પણ હોય છે, તો કોઈનો જમાઈ પણ હોય છે, તો કોઈને શ્વશુર પણ હોય છે. હવે સાપેક્ષ દૃષ્ટિ રાખ્યા વિના આ બધા ધર્મો એક જ વ્યક્તિમાં શી રીતે ઘટી શકે ? તેમ એક આત્મદ્રવ્યમાં પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ તેમજ અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયતાદિ અનંત ધર્મો ઘટી શકે છે. તે પણ સાપેક્ષ દૃષ્ટિ રાખ્યા વિના શી રીતે ઘટી શકે ? માટે વસ્તુના એકાદ ધર્મને માન્ય કરીને વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો લોપ