________________
૬૯
મંગલાચરણ
કારણેજ નવા કર્મોનો-જીવને બંધ પડે છે. એટલે રાગદેષની પરિણતિવાળો જીવજ નવા કમેને ઉત્પન્ન કરે છે, એટલે લખવું પડ્યું કે : કર્તા ભોક્તા કર્મનો
વિભાવ વર્તે જ્યાંહી, વૃત્તિ વહી નિજ ભાવમાં
થયો અકર્તા ત્યાંહી.
જીવમાં રાગાદિ વિભાવ વતે છે ત્યાં સુધી જીવ આઠે કર્મોનો કર્તા છે જ, અને તે નિમિત્તે ઉત્પન્ન થતા રાગાદિના પરિણામો પણ જીવ કર્તા છે જ. રાગદેષાદિ ભાવકર્મ છે, તો જ્ઞાનાવરણીય મોહનીય આદિ દ્રવ્યકર્મ છે. શરીર મન વચનાદિ નોકર્મ છે. ભાવ કર્મના નિરોધથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે અને દ્રવ્ય કર્મોને નિરોધથી સંસારનો નિરોધ થાય છે અને સંસારનો નિરોધ થતાં આત્માનો મોક્ષ થાય છે. માટે જીવમાં વિભાવ છે ત્યાં સુધી જીવ કર્મનો કર્તા છે જ, અને કર્તા બને તેને ભોક્તા પણ બનવું પડે છે. અંદરની વૃત્તિ જેવી નિજ ભાવ તરફ વળે છે, ત્યાં જીવ કર્મનો અકર્તા ઠરે છે. અને જ્ઞાતા દ્રષ્ટા બની પોતાના સ્વરૂપમાં સ્થિત બને છે.
જીવ પોતાના સ્વભાવ અને ઔદાયિક ભાવનું પૃથક્કરણ કરી કર્મોદયને લીધે આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિ ઔદાયિક ભાવોમાં ન જોડાય અને પોતે