________________
મંગલાચરણ
निपानमिवमण्डूका सरपूर्ण मिवाण्डजा । शुभकर्माणमायान्ति, विवशाः सर्व संपदः ॥
જ્યાં ખાબોચિયામાં અથવા અવેડાઓમાં પાણી ભરાએલું હોય ત્યાં દેડકાઓ એની મેળે આવી પહોંચે છે. જળથી ભરેલાં સરોવર તરફ તૃષાતુર પ્રાણી એની મેળે પહોંચી જાય છે, તેવી રીતે શુભ કર્મના ઉદયવાળા મનુષ્યો તરફ સર્વ સંપત્તિઓ વિવશ થઈને એની મેળે ચાલી આવે છે. પુણ્યનો ઉદય એવો હોય કે, ચોમેરથી વૃદ્ધિ વૃદ્ધિ ને વૃદ્ધિ જ દેખાય, છતાં સમ્યગજ્ઞાન દૃષ્ટિવાળો પુરૂષ હોય, તો સંપત્તિ ભલે તેને વશ થાય પણ તે પોતે સંપત્તિને વશ ન થઈ જાય ! સર્વ પ્રકારની સંપદાઓ તેના ચરણની દાસી થઈને રહે પણ તે તેનો દાસ ન બને. હા ! દેવાધિદેવ અરિહંત પરમાત્માના ચરણનો તે દાસ ખરો – દાસજ નહીં પણ દાસાનુદાસ ! પણ જગત આખાથી તે ઉદાસ હોય ! જગત આખાથી જે ઉદાસ હોય તે ધન વૈભવનો દાસ કેમ બને ? છતાં તેને પુણ્યનો ઉદય એવો હોય કે લક્ષ્મીની પાછળ તે ન પડે, પણ લક્ષ્મી તેનો પીછો ન છોડે. લક્ષમી ફક્ત પુણ્યના ખીલેજ બંધાય છે. પુણ્યવાનને ધનની પાછળ ભટકવું ન પડે. તે તો કોલસામાં હાથ નાખે ને કોહીનૂર નીકળી પડે. અને પાછો તેને સત્રય પણ એવા માર્ગે કરે કે, પુણ્યનો પાયો મજબૂત થતો રહે. એટલે કે તે જીવ મુક્તિ સ્થાનને ન પામે ત્યાં સુધી વચગાળામાં પુણ્યાનુબંધી પુણ્યની પરંપરા ચાલુ રહે. પુણ્યાનુબંધી પુણ્ય વોળાવારૂપ એટલા માટે છે કે, જીવ પોતાના ધ્યેયસિદ્ધિરૂપ મુક્તિસ્થાનને પામે એટલે વળાવારૂપ