________________
મંગલાચરણ
અને શેઠના વિશ્વાસુ માણસોને અન્ને સોનામહોરો સોંપીને કહેવામાં આવ્યું કે, આ બન્ને સોનામહોરો બહાર જઇને કોઈ એ વ્યક્તિને આપી દેજો. બન્ને સોનામહોરો ઉપર શેઠ અને રાજાના સિક્કા લાગેલા છે. અંદરખાને રાજાએ પોતાના માણસને કહી રાખેલું કે, કોઈ પવિત્ર પુરૂષના હાથમાં મારી સોનામહોર મૂકજે.
૭૩
રાજાના અને શેઠના માણસે બહાર જઈને કોઈ આશ્રમમાં રહેતા યોગીના હાથમાં રાજાની સોનામહોર મૂકી. અને ખભા ઉપર જાળ નાખીને માછલાં પકડવા જતા માછીમારના હાથમાં શેઠની સોનામહોર મૂકી. સવારના સમયેજ આવો સોનામહોરનો અણુધાર્યાં અપૂર્વ લાભ મળતાં મચ્છીમારનું મન અંદરથી જાણે આન વિભોર અની ગયું ! તેના માટે એ વાત કલ્પનાતીત હતી કે, આવો અપૂર્વ લાભ મને કુદરતે શા કારણે અપાવ્યો ? છતાં તેને મનમાં એટલું તો જરૂર થયું કે, આજનો દિવસ મારા માટે કોઈ અનોખો ઊગ્યો ! નહીં તો મારા જેવા પાપનો ધંધો કરનારાને આવો અપૂર્વ લાભ મળે કયાંથી ? શેઠનુ શુદ્ધ દ્રવ્ય હોવાથી તેનો સ્પર્શ થતાં તેના વિચારોમાં પરિવર્તન આવવા માંડયું. તેના મનમાં એવા સુંદર વિચારો આવવા લાગ્યા કે, “આ પાપનો ધંધો હવે મારે મૂકી દેવો છે. આ સોનામહોર મલતાં એક મહિનાના રોટલા તો મને મળીજ ગયા છે. આગળ ઉપર વળી કુદરત, શું મને સહાય નહીં કરે ? બિચારા માલાંઓને પકડું છું, ત્યારે, શું તે પ્રાણીઓનો તફડાટ હોય છે ? તે પ્રાણીઓ તે સમયે મૃત્યુના ત્રાસને કેવા અનુભવતા હોય