________________
76.
મંગલાચરણ
લોક સમુદાયમાં ઘણા જનો જેનો વિરોધ કરતા હોય, તેવાનો સંગ કરવો, અથવા ઘણા લોકોથી વિરૂદ્ધ વર્તન કરનારનો સંગ કરવો, પ્રસિદ્ધ દેશાચારનું ઉલ્લંઘન કરવું, નિર્લજપણે ભોગ ભોગવવા, પોતાની પાસે દ્રવ્ય હોવા છતાં દાન ન આપવું, સાધુ પુરૂષો પર સંકટ આવે ત્યારે મનમાં આનંદિત થવું, શક્તિ હોવા છતાં તેનો પ્રતિકાર ન કરવો અથવા સાધુ પુરૂષોને સતાવવામાં આનંદ માનવો, આ બધા કાર્યોને શાસ્ત્રોમાં લોકવિરૂદ્ધ કહ્યા છે. તેવા કાર્યો કરનારને લોકાપવાદના ભાગી બનવું પડે છે. માટે લોકાપવાદથી કરતા રહેવું એ સદાચારનો એક પ્રકાર છે. દીન, અનાથ અને નિરાધાર મનુષ્યોનો ઉદ્ધાર કરવામાં અત્યંત આદરવાળા બનવું, કૃતજ્ઞતા અને સુદાક્ષિણ્યતા સદાચાર કહેવામાં આવે છે તેમાં કૃતજ્ઞતા યાને સામાના અલ્પ પણ ઉપકારને ભૂલી ન જવું, અને દાક્ષિણ્યતા યાને મનમાં મત્સરભાવ રાખ્યા વિના ધીર ગંભીર એવા ચિત્તથી પરોપકારાદિ કરતા રહેવું, અથવા કોઈને આપણી જરૂર પડી હોય તો અડધી રાતે પણ તેનું કાર્ય કરી આપવું તે સુદાક્ષિણ્યતા, ખોટી રીતે કોઈને દાક્ષિણ્યમાં આવવું તે ગુણ નહીં પણ સુદાક્ષિણ્યતા એ મહાન ગુણ છે. તેમાં પાછો માત્સર્ય ભાવ મનમાં નહીં લાવવાનો. સામી વ્યક્તિને એમ નહીં કહેવાનું કે, તારા કેટલા સબંધીઓ હતા, કોઈ આવા સમયે તારે કામ ન આવ્યું. અને મેં તારું કાર્ય કરી આપ્યું. કાર્ય કરી આપવું એ બરાબર, પણ ઉપરથી આવું સંભળાવવું એ બરાબર નથી. એટલે ધીર ગંભીર એવા ચિત્તથી કોઈનું કાર્ય કરી