________________
મંગલાચરણ
૭૦
લોક જેનો વિરોધ કરે તેવા કાર્યો કરવાજ નહીં, તેવું એકાંતે માની લેવાનું નથી. પણ જ્ઞાની પુરૂષોએ જે જે કાર્યોને લોક વિરૂદ્ધ કહ્યા હોય, તેવા કાર્યોનો અવશ્ય ત્યાગ કરવાનો છે. લોકવિરૂદ્ધ કાર્યો અંગે પૂ. આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પંચાશક શાસ્ત્રમાં ફરમાવે છે કે :
सव्वस्सचेव निन्दा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरण हसणं, रीढा जण पूयणिज्जाणं ।।
સર્વ કોઈની નિંદા કરવી અને ખાસ કરીને જેઓ ગુણીજન હોય તેવા પુરૂષોની પણ નિંદા કરવી, જે જીવોને હજી ધર્મનું પુરું જ્ઞાન ન હોય અને સરલતાપૂર્વક ધર્મધ્યાન કરતા હોય તેવાને હસી કાઢવા કે કંઈ જાણતા નથી ને ધમ કરવા નીકળી પડ્યા છે. આવી રીતે તે જીવોની હાંસી ઉડાવવી, તે પણ લોકવિરૂદ્ધ કાર્ય છે. તેવા જીવોને વિધિવિધાનનું જ્ઞાન ન હોય, તો તેમને પ્રેમથી કહેવું જોઈએ કે ભાઈ, મુહપત્તિનું પડિલેહણ આમ નહીં ને આમ કરાય, ચૈત્યવંદનની વિધિ આમ નહીં ને આમ કરાય આવી રીતે સમજાવવામાં આવે, તો જે જીવો હજી ધર્મમાં જોડાયા હોય, તેમના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય, અને ધીમે ધીમે તેમને વિધિ માર્ગનું જ્ઞાન થઈ જાય. જે પુરૂષો બહુજનમાન્ય હોય તેમની અવજ્ઞા કરવી, એ બધા લોકવિરૂદ્ધ કાર્યો છે.
बहुजणविरुद्ध संगो, देसाचारस्स लंघणंचेव । उवणभोओअतहा, दाणाइ वियडमन्नेओ ।।