________________
મંગલાચરણ
~ ~ પુણ્યાનુબંધી પુણ્ય ઑટોમેટીક (Automatic) એનીમેળે છૂટી જાય છે. મુસાફરીમાં આપણે વોળાવિયો લઈએ છીએ જેને બીજા શબ્દોમાં ભોમિયો કહેવામાં આવે છે. પણ સ્થાને પહોંચી જઈએ એટલે વોળાવિયો ઑટોમેટીક છૂટી જાય છે. આપણે જે ગામે પહોંચવું હોય તે ગામ આવે એટલે વોળાવિયો આપણને કહીજ દે કે, તમારે જે ગામે પહોંચવું હતું તે ગામ આવી ગયું. હવે હું રવાના થાઉં છું. બસ, તેવી રીતે પુણ્યાનુબંધી પુણ્ય પણ જીવ શૈલેશીકરણ રૂપ અયોગી ગુણસ્થાને પહોંચે, એટલે ચૌદમા અયોગી ગુણઠાણાના પાંચ હૃસ્વાક્ષર જેટલા કાળમાં તો, બધી પુણ્ય પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. અને જીવ સીધો એક સમયમાં તો, લોકો પહોંચી જાય છે. પુણ્ય હેય છે પણ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. પાપાનુબંધી પુણ્ય હેય છે, જ્યારે પુણ્યાનુબંધી પુણ્ય તો ઉપાદેય છે. મોક્ષ માર્ગમાં તેની ખાસ અગત્યની જરૂર છે.
શુદ્ધ નિશ્ચયધર્મ શૈલેશીકરણને અંત્ય સમયે
જીવનો પ્યોર શુદ્ધ ધર્મ તો ચૌદમે ગુણઠાણે શૈલેશીકરણના અંત્ય સમયે હોય છે. જે પુણ્ય પાપ બનેનો ક્ષય કરીને જીવને સીધો મોક્ષે પહોંચાડે છે. દીપક પ્રગટે ને તરત પ્રકાશ થાય છે, તેમ શુદ્ધ ધર્મ પ્રગટે કે તરત જીવનો મોક્ષ થાય છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે :