________________
મંગલાચરણ
પરિગ્રહને લીધે તેઓ પોતાની પાસે અઢળક પૈસો હોવા છતાં, જીવનના વાસ્તવિક સારને પામી શક્તા નથી, પૈસાથી કોઈ જિંદગી (લાઈફ) બનતી નથી ? વધારે પડતા પરિગ્રહના સંગ્રહથી જિંદગી ઉલટી દુઃખમય અને કલેશમય બને છે. જિંદગી ધર્મના આચરણથી બને છે. પૈસો કે અનુકુળ સ્ત્રી પુણ્યના યોગે મળે છે, જ્યારે જિંદગી પુરુષાર્થના યોગ બને છે અને તે પુરુષાર્થ પણ ધર્મ અને મોક્ષ માર્ગમાં હોય તો જિંદગી બને છે. એટલું જ નહીં, જિંદગીમાં અપૂર્વ રોશની ભળે છે અને પરંપરાએ જીવ પોતાની શાશ્વત જિંદગીને એટલે કે શાશ્વત એવા પોતાના ભાવ જીવનને જીવનારો બને છે.
મનુષ્ય ઉન્નતિના શિખરે પહોંચે, અને ગબડી પડે તો તળીયે પણ પહોંચે
મહાન પુણ્યના ઉદયે મળેલા મનુષ્ય જન્મનું પરમાદર્શ મોક્ષપદની પ્રાપ્તિ હોવું જોઈએ. મનુષ્ય ભવ શિવાય બીજા કોઈ પણ ભવમાં જીવ મોક્ષપદને પામી શકતો નથી. એટલા માટે જ જ્ઞાનીઓએ મનુષ્ય ભવને દુર્લભ કહ્યો છે. મનુષ્ય ભવમાં આવેલો આત્મા ઉન્નતિને શિખરે પણ પહોંચી શકે છે, અને જે ગબડી પડે તો નરકનિગોદને તળીયે પહોંચી જાય છે. મોક્ષને સાધ્ય રાખીને તેના સાધનરૂપ અહિંસા સંયમાદિ ધર્મને જે મનુષ્ય આરાધે તો મનુષ્ય ભવમાં જરૂર પોતાના સાધ્યને સિદ્ધ કરી લે છે અને જે ધન વૈભવની લાલસામાં પડીને પાપને રસ્તે ચડી જાય, તો મનુષ્ય