________________
પ૮,
મંગલાચરણ
ધર્મ સ્વભાવરૂપ પુણ્ય સહાયરૂપ
મોક્ષમાં પુણ્ય કે પાપ જેવું કશું રહેતું નથી. પુણ્ય ને પાપ ઉભયના ક્ષયથી મોક્ષ થાય છે. શુદ્ધ એવો જે આત્મધર્મ અને પુણ્ય બન્નેને એક માની લેવાના નથી. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ માર્ગમાં સહાયરૂપ છે,
જ્યારે ધર્મ એ તો આત્માના સ્વભાવરૂપ છે. સમ્યગ જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ આત્માનો ઉત્કૃષ્ટ ધર્મ છે,
જ્યારે પુણ્ય એ શુભ કર્મરૂપ છે. કર્મને ધર્મ કેમ માની લેવાય ? છતાં શુભ પુણ્ય અને ધર્મ બનેની ધારા એકી સાથે ચાલે છે કે, સમ્યક્ત્વનાં ગુણઠાણે સમ્યક્ત્વ એ જીવનો પ્રકૃષ્ટ ગુણ હોવા છતાં સમકિતિને પુણ્ય પણ ઊંચામાં ઊંચું બંધાય છે. ત્યારબાદ દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનમાં પંચમહાવ્રતાદિરૂપ ચારિત્રનું પાલન હોવાથી ધર્મ પણ ઉત્કૃષ્ટપણે થાય છે, અને સાથોસાથ સરાગચારિત્ર હોવાથી પુણ્ય પણ ઊંચામાં ઊંચું બંધાય છે. અરે ? તેરમે ગુણસ્થાને પણ શાતાદનીરૂપ એક પ્રકૃતિનો બંધ હોય છે, બેતાલીસ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને પંચાસી સત્તામાં હોય છે, એટલું જ નહીં પણ તેરમે ગુણઠાણે તીર્થકર નામકર્મના ઉદયવાળા મહાપુરૂષોને ઊંચામાં ઊંચી તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનો ઉદય પણ વર્તતો હોય છે. છતાં તે પુણ્ય પ્રકૃતિઓ આત્મ વિકાસના માર્ગમાં કયાંય બાધાકારી બનતી નથી. તેરમે ગુણઠાણે ઘનઘાતીનો ક્ષય થતાં સંપૂર્ણ આત્મવિકાસ થયેલો હોય છે. એક શાતાની પ્રકૃતિનો ત્યાં બંધ હોય છે,