________________
મંગલાચરણ
૪૩
પણ તે સ્વાદ પ્રાણઘાતક નીવડે છે. તેવી રીતે અનીતિ અને અન્યાયને માર્ગેથી મનુષ્યને બે પૈસાની પ્રાપ્તિ થઈ દેખાય, પણ તે પ્રાપ્તિજ અંતે સમાપ્તિનું કારણ બને છે. પાપ કરીને મેળવતાં વર્ષો લાગ્યા હોય છે, અને ખોઈ નાખતાં દિવસો પણ લાગતા નથી. દિવસોની પણ વાત કયાં રહી, એક ક્ષણમાં બધું ચાલ્યું જાય છે. આજનો કોટ્યાધિપતિ વળતે દિ કંગાલ બની જાય છે ! સમજીને નહી મૂકો તે પરાણે મૂકવું પડશે
સંત તુલસીદાસ લખે છે કે : नाणु बिन नीति तणु, रहे वर्ष पांच के सात । तुलसी द्वादश वर्ष में, जड़ा मलसे जात ।।
અનીતિનું દ્રવ્ય અગિયાર કે બાર વર્ષ સુધી ઘરમાં રહે છે. અંતે જાય ત્યારે જડમૂળમાંથી જાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના ઉદયે ટકી પણ રહે, તો છેલ્લે મૃત્યુના સમયે તો છૂટી જ જવાનું છે. સમજીને નહીં મૂકો તો પરાણે. તો મૂકવું જ પડશે. માનવી પાપ કરીને વર્ષોની મહેનતે. ભેગું કરે છે. અને અગિયારમે કે બારમે વર્ષે જાય છે, ત્યારે સમૂળગું જાય છે. અહીં પેલી જુના જમાનાની કહેવત બરાબર લાગુ પડે છે કે, “મિયાં ચોરે મૂકે, અલ્લા ચોરે ઊંટે” સરવાળે. બધું એકનું એક થઈ જાય. હાંસલમાં બીજું કાંઈ પણ ન રહે, માત્ર પાપ આપણે પનારે રહે, તે પાછાં ભવોભવમાં સાથે આવે. વ્યાપાર વાણિજ્યમાં મોટે ભાગે કૂડકપનાં પાપ સેવવાં પડે,