________________
૨૪
મંગલાચરણ
પોષતા હોય, તેઓ ધર્મ અને મોક્ષ પુરુષાર્થને તો સાધી જ કયાંથી શકવાના છે ? નાના પ્રકારના કર્મના ઉદયે કામ પુરુષાર્થને સેવતા હોવા છતાં અનાસક્ત ભાવે સેવતા હોય, અને અર્થ પુરૂષાર્થની સાધના પણ નીતિ અને ન્યાયથી કરતાં તેમાં વધારે પડતી મૂચ્છ ન રાખતા હોય, તેવા જીવો ધર્મ અને મોક્ષ પુરુષાર્થને જીવનમાં યથાશક્તિ જરૂર સાધી શકે છે. આ જીવની વિષયોમાં આસક્તિ અને પરિગ્રહમાં મૂચ્છ એટલી બધી છે કે, તે જોતાં એમજ લાગે કે હજી આ જીવ અર્થ અને કામ પુરુષાર્થ સાધવાને યોગ્ય બન્યો નથી. ત્યાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સાધી લેવા એ સામાન્ય વાત નથી. ત્યારે પુરુષાર્થમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોક્ષ પુરુષાર્થ છે. અને ધર્મ તે પુરુષાર્થની પ્રાપ્તિનું કારણ હોવાથી તે પણ શ્રેષ્ઠ જ છે. તે ધર્મ સંયમાદિ દસ પ્રકારનો શાસ્ત્રોમાં કહેલો છે. સંસાર અનંત દુઃખમય છે, જ્યારે મોક્ષ અનંત સુખમય છે. કારણ કે, મોક્ષમાં જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખોનો સર્વથા અભાવ છે. જ્યારે સંસાર તો તેવા અનંતાનંત દુઃખોથી છલોછલ ભરેલો છે. સંસારના અનંત કાળના પરિભ્રમણમાં જીવે અનંતાનંત દુઃખોનો જે અનુભવ કર્યો છે, તેના પ્રમાણમાં એક ક્ષણને સુખનો અનુભવ કર્યો નથી. ભવોભવમાં ભમતાં જીવે એલી અશાતા વેદી છે, તેના પ્રમાણમાં એક આંખના પલકારા જેટલીએ શાતા વેદી નથી. ભવભ્રમણની આ સ્વરૂપે ભયંકરતા સમજાયા પછીજ જીવનમાં સાચા અર્થમાં ધર્મની શરૂઆત થાય છે.