________________
૩૨
મંગલાચરણ
પાપ નથી કરાવતી, જેટલાં મનની ભૂખ કરાવે છે. પેટ પાપનું મૂળ નથી, લોભ પાપનું મૂળ છે. આ કાળમાં પણ માનવી દૃઢ સંકલ્પ રાખે, તો નીતિથી પેટ ભરી શકે છે, અને જીવન જરૂરીયાતો ઓછી કરી નાખે તો તેને ઘોર પાપ આચરવા પડે નહી. આજે ઘરમાં રેશનની એટલી પડી નથી જેટલી ફેશનની પડી છે ! ફેશનેબલ ચીજે ઘરમાં વસાવવામાં એટલો બધો ખર્ચ કરવો પડે છે, જેટલો જીવનની મુખ્ય જરૂરીયાતોને પહોંચી વળવા પણ કરવો પડતો નથી. ચા પિકચરનો પણ કયાં ઓછો ખર્ચ છે! બીજાં વ્યસનો પોષવામાં પણ હજારો વપરાઈ જાય છે. વ્યસન અને પિકચરનો માનવી પરિત્યાગ કરી દે, તો ખર્ચ પર ઘણો મોટો કાપ પડી જાય. આ કાળમાં માનવીનાં પુણ્યબળ ઘટી ગયાં છે, અને શેખ બધા પૂરા કરવા છે. એટલે પછી માનવીને અનીતિને માગે જવું પડે છે. તેમાં પાપાનુબંધી પુણ્યના બળે બે દિવસ સફળતા મળે છે, અને કયારેક ફટકે એવો લાગી જાય છે અથવા સરકાર તરફથી કેઈ અણધારી એવી આફત આવી પડે છે કે, જે માર્ગેથી પૈસા આવ્યા હોય તે માગે પાછા ચાલ્યા જાય છે, અને માર એવો લાગી જાય છે કે ફરી ઊભા થવામાં વર્ષો વીતી જાય. માટે વ્યસનોનો ત્યાગ કરવાપૂર્વક ખોટી જરૂરીયાતો ઓછી કરીને જે જીવન જીવવાની આજથી જ શરૂઆત કરી દો, તો જીવનમાં પાપ ઘણું ઓછાં થઈ જશે, અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ઊંચામાં ઊચું જીવન જીવી શકાશે.