________________
મંગલાચરણ
૨૭
અને તેવાજ ઉચ્ચ આશયપૂર્વક સામાયિક પ્રતિક્રમણ, દાન, શીલાદિ ધર્મનાં અનુષ્ઠાનોને કરનારો જવ જ ધર્મ પુરુષાર્થને સાધનારો કહેવાય. આ લોકમાં કીર્તિ મેળવવાના ધ્યેયથી કોઈ જીવ ગમે તેવા ધાર્મિક અનુષ્ઠાન કરતો હોય, છતાં તે સાચા અર્થમાં ધાર્મિકતા ન કહેવાય અને સાચા અર્થમાં તે ધર્મ પુરુષાર્થને સાધના પણ ન કહેવાય. પુષ્ય અને પાપ બનેનાં બંધનો તોડીને અને પોતાના સ્વરૂપમાં સ્થિત બનીને જીવ પરમપદને પ્રાપ્ત કરી લે, તેને મોક્ષ પુરુષાર્થ કહી શકાય. નર. જન્મની જે કોઈ પણ અપૂર્વ સિદ્ધિ હોય તો તે મોક્ષપદની પ્રાપ્તિ. પરમપદ એજ જીવ માટે અપૂર્વ છે. સંસારનાં ભૌતિક સુખો કે માન પ્રતિષ્ઠા એ કોઈ જવા માટે અપૂર્વ નથી. તેવા સુખી જીવે અનંતવાર ભોગવી લીધા છે. જન્મ જરા અને મરણથી રહિત એવું જે અજરામર સ્થાન એજ જીવ માટે અપૂર્વ છે, શુભાશુભ બધા કર્મોનો ઉગ્ર પુરુષાર્થના બળે ક્ષય કરીને લોકાગ્રે પહોંચીને જીવ પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં સદા કાળને માટે સ્થિત બની જાય એના જેવી બીજી કોઈ અપૂર્વ સિદ્ધિ નથી. પોતાના પુરુષાર્થના બળે. પરંપરાએ જીવ તેવી અપૂર્વ સિદ્ધિને પણ પ્રાપ્ત કરી શકે છે, અને તેજ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ કહેવાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ પર સંક્ષેપમાં વ્યાખ્યા કરી છે. વ્યાખ્યા એવી શૈલીમાં કરી છે કે કંઈક તેમાંથી તમને અપૂર્વ દષ્ટિ મલે.