________________
૨૮
મંગલાચરણ
સર્પને દુધપાન કરાવવું તે દુધનો દુરૂપયોગ, તેમ અર્થ અને કામ પુરુષાર્થમાં શક્તિ ખર્ચાય તે
શક્તિનો દુરૂપયોગ ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચારેને સાધવા જીવને સરખો જ પુરુષાર્થ કરવો પડે છે. છતાં ખેદની વાત એ છે કે, આ જીવ પાપરૂપ એવા અર્થ અને કામ પુરુષાર્થમાં પ્રવૃત્ત રહ્યો છે. પણ સારભૂત એવા ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. જીવ પોતાનું જેટલું બળ, અર્થ અને કામ પુરુષાર્થની સાધનામાં ફોરવે છે, તેટલું જ બળ જે ધર્મ અને મોક્ષની સાધનામાં ફોરેવે, તો કાંઈ બાકી જ ન રહે. પણ
જ્યાં અનાદિથી અવળોજ પડ્યો છે ત્યાં થાય શું ? પોતાના બાળકો ટળવળતા હોય તેને દૂધ ન પિવડાવતાં કોઈ માણસ સર્પને દૂધ પાઈ દે, એ શું દૂધ જેવી ચીજનો સારો ઉપયોગ કર્યો કહેવાય ? તેવી રીતે જેની સાધનામાં ઉત્તરોત્તર કલ્યાણનીજ સંપદા છે, તેવા ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં પોતાની તાકાત ન લગાડતાં અર્થ અને કામ પુરુષાર્થની સાધનામાંજ ઘણું ખરી શક્તિ ખચી નાખવી એ શું ડહાપણભર્યું કહેવાય ? ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થો અર્થ અને કામ પુરુષાર્થ સાધે પગ તે એવી રીતે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે. પુરુષાર્થની સાધના વિના મનુષ્ય જીવન પ્રમાદી બની જાય છે. પ્રમાદ યુક્ત જીવન માનવીને પોતાને જ ભારરૂપ થઈ પડે છે. તેવા મનુષ્યજીવનમાં અને પશુ જીવનમાં કશું અંતર રહેતું નથી. છતાં પુરુષાર્થ