________________
મંગલાચરણ
~ પાપ કરીને મેળવેલું મેલીને જવાનું પણ કરેલા પાપ ભવાંતરમાં ભેગા આવવાના
તમારું ભેગું કરેલું ધન મૃત્યુબાદ પાછળ કોણ જાણે કોણ તેનો ભોગવનાર થશે. સંતાન હોય તો સંતાન વારસદાર બને અને મૃત્યુને પામનાર નિઃસંતાન હોય તો જે તે તેના દ્રવ્યના માલિક બની બેસે છે, છેવટે સરકાર લઈ જાય છે. શાસ્ત્રોમાં આવે છે કે પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું વૈભવ એકત્રિત કરે છે, અને તેનો માલિક વાસુદેવ બને છે. મહેનત ઉંદરની પણ ભોગવે ભોરીંગ, તેવી જ રીતે પ્રતિવાસુદેવ ત્રણે ખંડમાં પોતાનું સામ્રાજ્ય જમાવે, છતાં તેનો ભોગવટો વાસુદેવ કરે અને વાસુદેવના હાથે નિયમાનુસાર પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે, તેવી રીતે તમે બધું પેદા કરો છો પણ તમારી પાછળ ભોગવશે કોણ તેનો પત્તો નથી! પણ પેદા કરવાની પાછળ તમે જે પાપ સેવ્યાં હશે, તે તો તમારે જ ભોગવવાનાં છે, એટલે માલ ખાનાર કોણ નીકળશે તેનો પત્તો નથી, પણ મારે તો આપણેજ ખાવાનો છે. આટલી વાત પણ તમારા દિમાગમાં બેસે તો તમને થઈ જાય કે બધાના મોહમાં પડીને મારે મારા આત્માને શા માટે પાપના ભારથી લાદવો જોઈએ ? કુટુમ્બની પોતાની માથે જવાબદારી હોય એટલે નીતિ અને ન્યાયને માર્ગે રહીને કુટુમ્બનું ભરણ-પોષણ કરે, પણ સંચય કરવાના ધ્યેયથી માર્ગાનુસારી જીવ પણ તીવ્ર પાપ ન આચરે. માર્ગાનુસારી જીવમાં પણ એટલી સમજ તો હોય છે કે પાપ હું અત્યારે અનેકો માટે આચરી રહ્યો છું, પણ