________________
જિ જ્ઞા સા અને વિષ ય પ્ર વે શ.
મહાત્મન્ !
કૃપા કરી જણાવો કે જીવનનુ ધ્યેય શું? જીવન એટલે શું ? જન્મીને મરણુ પર્યંત કેમ જીવવું ? કેાનું જીવ્યું સફળ ?
માનવ પ્રાણી વિશિષ્ટ બુદ્ધિશાળી પ્રાણી છે, તેનુ જીવન મહામૂલું દુષ્પ્રાપ્ય રત્ન છે; એ ખરૂં છે. પર ંતુ, તેના સદુપયોગ કયા ? તેની ઉત્તમતા કંઇ ? અમારે અમારા જીવન પ્રવાહ કઇ દિશા તરફ વ્હેવડાવવા ?
અથવા—આવા પ્રશ્નાની આવશ્યક્તા છે કે નહીં? જેની ઇચ્છામાં જેમ આવે, તેમ યથેચ્છ રીતે વર્તે, એ જ દુનિયાના અચળ નિયમ છે ? કે તે શિવાય બીજો કાઇ ખાસ મા છે?
માનવા નાની કે માટી કાઇ પણ પ્રવૃત્તિને ચાગ્ય કે અયેાગ્ય ડરાવવા પ્રયત્ના કરે છે, તેમાં કાઇ ખાસ હેતુ છે કે ? માત્ર સામાન્યબુદ્ધિની ચપળતાજ છે?
જીવનનુ ધ્યેય પૂર્વે કાઇએ પ્રાપ્ત કર્યું છે ? કે હજી તે ક્ષેત્ર અણુખેડાયેલુ જ છે ? આજે અમે અમારા જીવનને જે માર્ગે વ્હેવડાવીએ છીએ, તે વ્હેણુ આદર્શને અનુસરનાર કાઈ યોગ્ય માર્ગે છે કે નહીં ?
અમે એમ તેા કબૂલ જ કરીએ છીએ કે અમારા જીવનના ધણા તત્ત્વા એવા છે કે—જેના અમે અમારી પોતાની શોધક બુદ્ધિથી વિચાર કર્યાં નથી, પરંતુ વય પ્રયત્ને કે અનાયાસે, જાણતાં કે અજાતાં, અમારા પૂર્વ પુરુષાના વારસમાંથી મળેલા સંસ્કારને આધારે તે અમારા જીવનમાં ગુંથાઇ ગયા છે, આતપ્રેત થઇ ગયા છે; તે કેટલે અંશે વ્યાજબી છે ? અને તેમાં સુતત્ત્વ છે કે નહીં ?
Jain Education International
८
For Private & Personal Use Only
www.jainelibrary.org