________________
સ્થાપેલું વર્તમાન તીર્થ-કે જે-ઈતિહાસ પ્રસિદ્ધ અનેક આંટીઘૂંટી અને સંકટના વિકટ પ્રસંગમાંથી નિવિદને પસાર થતું થતું આવી, અવિચ્છિન્ન પરંપરાએ આ કાળના જંતુઓને વારસામાં જે કાંઈ સ્વરૂપમાં મળ્યું છે, જેના અખંડિત બંધારણ, અપ્રતિહત વ્યવસ્થા, સાધતાની સાધક, અને વિઘાતક તત્વોની વિનાશક જનાઓ: વિગેરે સર્વ તે પૂર્વ પુરુષોએ જ ગોઠવ્યા છે, તથા જેમાં _ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની પરિસ્થિતિઓની અસરે પડેલી છે, અથવા ત્રણે ય કાળની પરિસ્થિતિઓ જેમાં ઓતપ્રોત વણાઈને, તે જે આ સ્વરૂપે જણાય છે, એવા એ બન્ને પ્રકારના–
મહા મહા જવાબદારીઓ વહન કરનારા અને જગતમાં સદા પવિત્ર આદર્શ ખડે રાખનારા કાલિક તીર્થ અને વર્તમાન તીર્થ-રૂપ-શ્રી સંઘનું સ્મરણ કરું છું.
ઉપર જણાવેલી વિશ્વની અનન્ય અને પરમ પવિત્ર એ મહાવિભૂતિઓના સ્તવન-નમન-અને હૃદયની ભક્તિ રૂપ-પરમ પવિત્ર જળ પ્રવાહમાં મન વચન અને કાયાને એટલાજ માટે સ્નાન કરાવી
જીવન વિકાસ? નામના ગ્રંથને આરંભ કરું છું કે જેથી કરી-દ્રવ્ય ક્ષેત્ર-કાળ-અને ભાવરૂપ અનાદિ-અનંત આ વિશ્વમાં -અનંત-અનંત દ્રવ્યના, અનંત-અનંત-સંગ-વિયેગે,–ગતિઓ-સ્થર્યો, –સ્વભાવપરિણામો-વિભાવપરિણામ-ઉત્પત્તિ-વિનાશ-અને સ્થિર સ્વરૂપે આવિર્ભાવે.. - તિભા, વિગેરે વિગેરે અનંત-અનંત-અવર્ણનીય -અટપટી ઘટનાઓ પ્રત્યેક ક્ષણે સદાકાળ ચાલી રહી છે.
તેના ચિત્ર-વિચિત્ર તારતમ્યનું યથાર્થ નિરીક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org