________________
ડીવારે અતિમુક્તને પોતાનું સાધુપણું યાદ આવ્યું. પિતાના બાળ સ્વભાવ માટે તેમને ઘણે ખેદ થયે; પ્રાયશ્ચિત્તાર્થે તેમણે ઇરિયાવહી પ્રતિક્રમી. પશ્ચાતાપના અગાધ જળમાં સ્નાન કરતાં તેઓ શુદ્ધ થયા. ૧૧ અંગ ભય, ગુણ સંવત્સર કર્યો. અને વિપુલગીરી પર્વત પર સંથારે કરી તેઓ નિર્વાણ (મેક્ષ) પામ્યા.
૧૧ અદીનશત્રુ રાજા. કુદેશના હસ્તિનાપુર નગરનો તે રાજા હતા; પૂર્વભવમાં મહાબળનો વૈશ્રમણ નામે તે મિત્ર હતું. તેણે ગત ભવમાં મહાબળ સાથે દીક્ષા લીધી હતી. ઉગ્રતપ સંયમના પ્રભાવે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો હતો, અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે અદીનશત્રુ નામે રાજા થયો હતો.
મલ્લીકુંવરી (મલ્લીનાથ ) ના પિતા કુંભરાજને મલદિન નામનો એક કુમાર હતો. તેણે પિતાના મહેલના બગીચામાં અનેક સ્થભો અને ચિત્રોથી સુશોભિત એ સભા મંડપ બંધાવ્યો હતે. ચિત્રની હારમાળામાં એક ચિત્રકારે મલીકુંવરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું હતું. મલીકુંવરીની આ પ્રતિમા મલ્લદિન પણ ન પારખી શકો કે તે જીવન્ત પ્રતિમા છે કે જડ? આવી ઉત્તમ કળાકૃતિ માટે મલ્લદિન તે ચિત્રકાર પર પ્રસન્ન થવાને બદલે ક્રોધિષ્ટ બન્યો. ચિત્રકારને ઈનામ આપવાને બદલે તેણે તેનો નાશ કરવાની અનુચરને આજ્ઞા આપી. આ સાંભળી ચિત્રકાર કંપે, પ્રજાજનો દયાથી બેલી ઉઠયા-મહારાજ! ચિત્રકારનો આમાં અપરાધ નથી, છતાં આપની દૃષ્ટિએ તે અપરાધી હેય, તે પણ તે એક માત્ર અંગુઠાને જેવાથી સાક્ષાત આખી પ્રતિમા ચિતરી શકતો હોવાથી, તેને ગુન્હો માફ કર જોઈએ. પ્રજાજનોની આ વિનંતિથી મધદિને તેને વધ ન કરાવ્યો, પણ તેની આંગળી છેદાવી તેને દેશનિકાલની સજા કરી. આથી તે ચિત્રકાર હસ્તિના