________________
કુમારે કહ્યું –માતા, હું જાણું છું તે નથી જાણત, અને નથી જાણતા તે જાણું છું.
માતાપિતા–આને અર્થ શો ?
અતિમુક્ત હું જાણું છું કે જે જન્મે છે તેને અવશ્ય મરવાનું છે, પણ એ નથી જાણતા કે ક્યારે અને કેવી રીતે ભરવાનું છે! કયા કયેગે જીવો નરક, તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તે જાણતો નથી, પણ એટલું જાણું છું કે કર્મમાં આસક્ત થવાથી ચાર ગતિમાં અથડાવું પડે છે.
માતા પિતા કુમારના ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. અતિમુક્તને દીક્ષિત થતે રોકવા તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા, અનેક પ્રલેશને બતાવ્યા, પરંતુ અતિમુક્તના વૈરાગ્ય ભર્યા અને બેધક વચનેથી સંતોષ પામી આખરે તેઓને રજા આપવાની ફરજ પડી. એક દિવસનું રાજ્ય ભોગવવા પિતાએ વિનંતિ કરી. અતિમુક્ત એક દિવસને રાજા બન્યા. પિતાને હર્ષ થ, બીજે દિવસે ધામધૂમપૂર્વક અતિમુક્ત શહેર બહાર નીકળી ગયો, અને પ્રભુ મહાવીર પાસે દીક્ષિત બને.
એકવાર અતિમુક્ત બાળમુનિ ભારે વરસાદ પડયા પછી બહાર નીકળ્યા, ત્યારે તેમણે પાણીના વહેળાઓ ખળખળ ચાલી જતાં જોયાં. મુનિને પિતાની સાંસારિક બાળ રમત યાદ આવી. તરત જ તેમણે બંને બાજુ પાળ બાંધી પાણીના ચાલ્યા જતા પ્રવાહને રોક અને તેમાં પિતાની પાસેનું પાત્ર મૂકી “આ મારી નાવા કેવી તરે છે!” કહી હસવા કુદવા લાગ્યા, આ દ્રશ્ય તેમનામાંના કેટલાક મુનિઓ તે સ્થળેથી જતા હતા તેમણે જોયું. તરત જ તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચી ગયા અને પૂછયું -પ્રભો, આપના અતિમુક્ત નામના બાળમુનિ કેટલા ભવ કરશે? પ્રભુએ કહ્યું -તે બાળમુનિ આ ભવમાં જ મેક્ષ જશે, માટે તેમની નિંદા કરશે નહિ. પણ તેમની ભક્તિ જ કરજે.