________________
છઠ્ઠછઠ્ઠના પારણાના અભિગ્રહ લઇ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ખૂબ તપશ્ચર્યા કરી. ૨૦ વર્ષ ચારિત્ર પાળી એક માસના સથા તેઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૮ અતિમળ.
ભરત પછી આ ત્રોજા રાજા અને મહાયશાના પુત્ર હતા. ભરતરાજાની જેમ અતિખળને પણ અરિસાભુવનમાં કૈવલ્યજ્ઞાન થયું હતું. ( અંતકૃત)
૯ અતિમુક્ત.
દ્વારિકાના ઉગ્રસેન રાજાને અતિમુક્ત નામે પુત્ર હતા. તેણે સમય જતાં દર્દીક્ષા અંગીકાર કરી હતી. અતિમુક્ત સાધુ નિમિત્ત શાસ્ત્રમાં પ્રવિણુ હતા. વસુદેવ અને કસને પરસ્પર અતિ પ્રેમ હતો. તે પ્રેમના બદલામાં ક્રમે પોતાના કાકા દેવકરાજાની દીકરી દેવકીજીને વસુદેવ સાથે પરણાવી હતી. પરણીને પાછા ફરતી વખતે કસે તે જાન પેાતાને ત્યાં રાકી હતી. કંસની સ્ત્રી વયશા અને દેવકીજી પરસ્પર વાર્તા વિનાદ કરતાં ગાખમાં ખેઠા હતા. તેવામાં પ્રસ્તુત અતિમુક્ત મુનિ ત્યાં ગૌચરી અર્થે આવી ચડયા. જીવયશાએ મુનિની મશ્કરી કરતાં કહ્યું કેઃ—દિયરજી, પધારે.. આપણે દેવકીખાનાં લગ્નગીત ગાઈએ. આ સાંભળી મુનિ મૌન રહ્યા. જીવયશાએ કરી ફરી ત્રણવાર આ પ્રમાણે કહ્યું. મુનિ સમતાના સાગર હતા, છતાં આ વખતે તેમને સયમ કાચ્છુમાં ન રહી શક્યા. તે મેલ્યાઃ—જીવયશા ! શું જોઇને તું મારી મશ્કરી કરે છે ? હને તે ખબર નથી, પરન્તુ હું તને નિમિત્તબળથી કહું છું કેઃ “ આ દેવકીજીના સાતમા બાળક તારા પતિના અને તારા બાપના કુળનેા નાશ કરશે. આમ કહી તરત જ અતિમુક્ત મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીવયશા ભયભ્રાન્ત બની. ( વધુ વૃત્તાન્ત કંસ ચરિત્રમાં ) મુનિ આ સાહસ વચનના પશ્ચાત્તાપ કરી શુદ્ઘ થયા અને એ જ ભવમાં મેાક્ષ પામ્યા.
,,