________________
૩ અચળ. અચળ” એ અંધક વિનુના પુત્ર હતા. તેમણે પ્રભુ નેમનાથ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની ઉગ્ર સંયમ આરાધનાને અંતે તેઓ મેક્ષમાં પધાર્યા. (અંતકૃત)
૪ અચળ બળદેવ. પિતનપુર નામની નગરીમાં પ્રજાપતિ નામે રાજા હતો. તેની ભદ્રા નામની રાણીથી અચળ નામે બળદેવ થશે. તેમણે શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ ૮૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને તેઓ મેક્ષમાં ગયા.
૫ અચળ ભ્રાતા. કૌશંબી નગરીમાં વસુ નામના બ્રાહ્મણની નંદા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયા હતા. તેમને “પુણ્ય અને પાપ” સંબંધીને સંશય હતો. ભ. મહાવીરે તેમને તે સંશય ટાળ્યો, તેથી તેમણે મૈતમ સાથે દીક્ષા લીધી અને તપ સંયમની આરાધના કરી મેક્ષમાં ગયા. તેઓ ભગવાન મહાવીરના નવમા ગણધર હતા.
- ૬ અજીતનાથ.
વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર. તેઓ વનિતા નગરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નોમની રાણીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને વૈશાક શુદિ ત્રીજને દિવસે ઉત્પન્ન થયા હતા. તે વખતે તેમની માતાને ચદ સ્વપ્ન આવ્યા હતા. ગર્ભકાળ પૂરે થતાં મહાશુદિ આઠમે તેમને જન્મ થયો. છપ્પન કુમારિકા દેવીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાને અતિ આનંદ થયે. અજિતનાથ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજારાણી પાસા રમતાં, વિજયાદેવીને પાસાની રમતમાં રાજા જીતી શક્યો ન હોવાથી