________________
જૈનાગમ થાકોષ
1 અકપિત વિમળાપુરી નગરીમાં દેવ નામના બ્રાહ્મણની જયન્તી નામની આથી “અકંપિત’ નામને પુત્ર થયો હતો. વેદાદિ ગ્રંથમાં પારંગત થયા પછી, તે ગૌતમ નામના બ્રાહ્મણ સાથે યજ્ઞમાં ગયો હતો. તેને ‘નારકીનું અસ્તિત્વ હશે કે નહિ” એ સંબંધી મહેદી શંકા હતી. ભગવાન મહાવીરના પરિચયમાં આવતાં પ્રભુએ તેની શંકાનું સમાધાન કર્યું; આથી તેણે ગૌતમની સાથે જ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. અકપિત મુનિ પ્રભુ મહાવીરના આઠમા ગણધર ગણાયા અને તે મોક્ષમાં ગયા.
૨ અગ્નિભૂતિ ગોબર નામક ગ્રામમાં વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીથી અગ્નિભૂતિ ઉત્પન્ન થયેલા. તે ઈંદ્રભૂતિના બહાના ભાઈ હતા. ઈંદ્રભૂતિ અથવા ગૌતમ સાથે તેઓ એકવાર સોમિલ બ્રાહ્મણના યજ્ઞમાં ગયા હતા. તેમની એ માન્યતા હતી કે –“કર્મ' જેવી વસ્તુ જ નથી, અને જે હોય તો અમૂર્તમાન જીવ શી રીતે બાંધે? તેને આ સંશય ભગવાન મહાવીરે એવી રીતે ટાળ્યો કે –કેવળજ્ઞાનીઓ કર્મ પ્રત્યક્ષ દેખે છે અને છમસ્થ છો અનુમાનથી જાણે છે. આથી સંતોષ પામી અગ્નિભૂતિએ, ગૌતમ સાથે જ દીક્ષા લીધી, અને બીજા ગણધર પદે સ્થપાયા. અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરી તેઓ મેક્ષમાં ગયા.