________________
૪૬ [46].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ગણધરાદિની સંખ્યા, નિર્વાણનાં તિથિ, નક્ષત્ર અને સ્થાન તેમ જ કેવલજ્ઞાનને અંગેનો અને નિર્વાણને લગતો અંતરકાલ.'
ઋષભદેવાદિનાં ચરિત્રો- આપણા આ દેશમાં ચાલુ “હુંડાઅવસર્પિણીમાં કૌશલિક ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધીના જે ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે એમનાં ચરિત્રો સ્વતંત્ર કૃતિરૂપે તેમ જ અન્ય સ્વરૂપે રચાયેલા મળે છે. આપણે અહીં જે સ્વતંત્ર ચરિત્રો સંસ્કૃતમાં તેમ
જ પાઈયમાં રચાયાં છે. તેનો વિચાર કરીશું. P ૩૦ ઋષભદેવનું ચરિત્ર પુરુચરિતના નામથી દિ. જિનસેન પહેલાએ રચ્યાનો ઉલ્લેખ ગુણભદ્રકૃત
ઉત્તરપુરાણની પ્રશસ્તિમાં છે પણ એ અદ્યાપિ મળી આવ્યું નથી. આ પુરુચરિત વિ. સં. ૯00 જેટલું તો પ્રાચીન છે. એ સંસ્કૃતમાં હશે. જો એમ જ હોય તો એ ઋષભદેવનું સૌથી પ્રથમ સંસ્કૃત ચરિત્ર છે. વર્ધમાનસૂરિએ વિ.સં. ૧૧૬૦માં જ. મ.માં રચેલું આદિનાહચરિય પાઠય કૃતિઓની અપેક્ષાએ આદ્ય સ્થાન ભોગવે છે. [જુગાઇ જિણિંદ ચ. નામે લાદ. દ. વિ. માંથી પ્રકાશિત]
શ્વેતાંબરીય સંસ્કૃત કૃતિઓમાં પાનન્દ મહાકાવ્ય કરતાં પ્રાચીન કોઈ ઋષભદેવ-ચરિત્ર રચાયાનું જણાતું નથી.
આ પ્રમાણે બાકીનાં તીર્થકરો વિષે વિચાર તો થઈ શકે તેમ છે પણ સ્થળસંકોચને લીધે આ વાત હું જતી કરું છું.
પુરાણો– ઋષભદેવના ચરિત્ર તરીકે ચાર પુરાણો રચાયાં છે. એવી રીતે અજિતનાથ, ચન્દ્રપ્રભસ્વામી, શ્રેયાંસનાથ, અનન્તનાથ અને ધર્મનાથને અંગે એકેક, વિમલનાથ અને નેમિનાથને અંગે બબ્બે, શાન્તિનાથને અંગે આઠ, મલ્લિનાથને અંગે ચાર, મુનિસુવ્રતસ્વામી તથા પાર્શ્વનાથને અંગે છ છ અને મહાવીર સ્વામી (વર્ધમાનસ્વામીને) અંગે પાંચ પુરાણો રચાયાં છે.
આ તમામ પુરાણોમાં જિનસેન બીજાએ હરિવંશપુરાણમાં નિર્દેશેલું અજ્ઞાતકક વર્ધમાનપુરાણ સૌથી પ્રથમ છે. ચતુર્વિશતિતીર્થકરપુરાણ નામની ત્રણ કૃતિ છે.
ચંપૂ- દિ. અદાસકૃત પુરુ-ચંપૂ ચંપૂઓમાં પ્રથમ છે. P ૩૧ તીર્થકરો ઉપરાંતના કેટલાક મહાપુરુષોનાં ચરિત્રો મેં આ પુસ્તકમાં રજૂ કર્યા છે. એ પૈકી
સીતાપતિ રામચન્દ્ર, હનુમાન, પાંચ પાંડવો, હરિશ્ચન્દ્ર અને સનત્કુમાર જેવા તો વૈદિક હિન્દુઓમાં ૧. “ખરતર ગચ્છના જિનભસૂરિએ ઋષભદેવાદિ તીર્થંકરોને લગતી સિત્તેર બાબતો જિણસત્તરિપયરણ ૨૨૦ ગાથામાં રચી પૂરી પાડી છે. પંજાબકેસરી’ શ્રીવિજયાનન્દસૂરિએ (આત્મારામજીએ) તત્ત્વાદર્શ નામનો હિંદીમાં ગ્રંથ રચ્યો છે. એના “શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબ” તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત થયેલા ત્રીજા સંસ્કરણના પૂર્વાર્ધમાંના પ્રથમ પરિચ્છેદ (પૃ. ૩૬-૩૭)માં તીર્થકરોને અંગે જાણવા જેવી બાવન બાબતોની “બાવન બોલ” એ નામની સૂચી અપાઈ છે અને પૃ. ૩૮-૭૩માં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના પ્રત્યેક તીર્થકરને ઉદેશીને બાવન બાવન બોલ અપાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org