________________
૫૦ [50]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ અહીં જે “સ્તુતિના પર્યાય તરીકે “સ્તવ’ શબ્દ છે એ પણ જૈન સાહિત્યમાં વપરાયો છે. પાઇય ભાષામાં એને લક્ષીને “થય' અને 'થવ' શબ્દ યોજાયા છે. જ્યારે સ્તુતિ માટે થઈ શબ્દ છે. સંસ્કૃતમાં
સ્તુતિ'એ અર્થમાં “સ્તોમ' શબ્દ છે પરંતુ એનો પ્રયોગ પરમાત્માના ગુણગાનરૂપ પદ્યમાં રચાયેલી કૃતિ માટે એના કોઈ જૈન પ્રણેતાએ કર્યો હોય એમ જૈન સાહિત્ય જોતાં જણાતું નથી. એ યજ્ઞ
બલિદાનવાચક છે. એને લઈને એનો પ્રયોગ નહિ થયો હશે. અંગ્રેજીમાં સ્તુતિને “હિમ' (hymn)કહે P ૩૭ છે અને એના સમૂહને હિપ્નોલોજી (hymnology) કહે છે. વળી ભજન-કીર્તનના પુસ્તકને માટે હિમ્નલ” (hymnal) શબ્દ વપરાય છે. એનો અન્ય અર્થ “સ્તુતિઓનો સમૂહ' થાય છે.
ભાષા– જૈનોમાં પ્રાચીન સ્તુતિ-સ્તોત્રોની ભાષા ઉત્તર ભારતને આશ્રીને વિચારતાં સંસ્કૃત અને પાઇય છે. દક્ષિણ ભારતને લક્ષીને તો એ દ્રાવિડ' છે. આ ઉપરાંત ફારસી ભાષામાં કોઇ કોઇ સ્તોત્ર જૈનોએ રચ્યાં છે. દા.ત. જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૨૪૭-૨૫૧)માં છપાયેલું, “અલ્લા લ્લાહિર્ગથી શરૂ થતું અને જિનપ્રભસૂરિએ રચેલું ઋષભજિનસ્તવન.
| ગુજરાતી ભાષામાં જે ભક્તિના ગીત યાને ભજન જૈન સાહિત્યમાં જોવાય છે તેને “સ્તવન' કહે છે. કોઈ કોઈ સ્તવનો હિંદીમાં પણ છે.
પાઇયના વિવિધ પ્રકારો છે. એને ઉદેશીને અનેક ભાષામાં પણ સ્તુતિ-સ્તોત્રો રચાયાં છે.
ભાષા-શ્લેષ' એ સુપ્રસિદ્ધ અલંકાર છે. એના નમૂનારૂપે “સમ-સંસ્કૃત” સ્તુતિઓનો નિર્દેશ થઈ શકે. ભટ્ટ-કાવ્ય (સર્ગ ૧૩)માં “ભાષા-સમ”ના નિરૂપણરૂપે પચાસ પડ્યો છે. જૈન જગતમાં સંસારદાવાનલ-સ્તુતિ એ આ જાતનું એક સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. કેટલાંક સ્તોત્રો “અર્ધ-સંસ્કૃતમાં રચાયાં છે અર્થાત્ પૂર્વાર્ધ સંસ્કૃતમાં તો ઉત્તરાર્ધ પાઈયમાં અથવા એથી વિપરીતરૂપની રચનાઓ પણ જોવાય છે. આ ઉપરાંત છે, સાત અને આઠ ભાષાઓને એક જ સ્તોત્રમાં સ્થાન અપાયું હોય એવાં પણ સ્તોત્રો છે.
વિષય- પરમાત્માનું ગુણોત્કીર્તન એ સ્તુતિ-સ્તોત્રોનો વિષય છે. અહીં આ “હુંડા” અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોની અથવા એ પૈકી ગમે તે એકની, શાશ્વત જિનોની અને સીમધરસ્વામી ૩૮ વગેરે વીસ વિહરમાણ જિનોની તેમ જ સાધારણ જિનની સ્તુતિરૂપે કાવ્યો યોજાય છે. વળી શાસન
દેવીઓ તેમ જ સરસ્વતી દેવીને અંગે પણ સ્તોત્રો છે. આમ દેવ-દેવીને લક્ષીને ભક્તિ-ગીતો રચાયાં છે. વળી આત્મનિન્દારૂપે પણ સ્તોત્રોની રચના કરાઈ છે. આ ઉપરાંત “શત્રુંજય' વગેરે તીર્થોને ઉદેશીને પણ સ્તોત્રો રચાયાં છે. કોઈ કોઈ સ્તોત્ર જ્ઞાનને અંગે પણ છે. સૂર્યને લક્ષીને ભાનુચન્દ્રમણિએ સૂર્યસહસ્રનામસ્તોત્ર રચ્યું છે. ૧. આની ઉત્પત્તિ અભિચિ. (કાંડ ૩, શ્લો. ૪૮૪)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૩૨૮)માં તુ તેમ જ “તો' એ
બે ધાતુઓ ઉપરથી એટલે કે બે રીતે દર્શાવાઈ છે. ૨. અભિચિ. (કાંડ ૩, શ્લો. ૪૮૪)માં “સ્તોમ' શબ્દ યજ્ઞના પર્યાય તરીકે અપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org