________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૫૩-૫૬]
૩૫.
'હરિવંશ–પુરાણ (વિ. સં. ૮૪૦) – આ “પુત્રાટ' સંઘના જિનસેન બીજાની શકસંવત્ ૨૭૦૫ની અર્થાત્ વિ. સં. ૮૪૦ની ૬૬ સર્ગમાં ૧૨૦૦૦ શ્લોકમાં અને મુખ્યતયા “અનુષ્ટ્રભ' છંદમાં રચાયેલી કૃતિ છે. પ્રસ્તુત જિનસેન તે કીર્તિસેનના શિષ્ય અને જિનસેનના પ્રશિષ્ય થાય છે.
ઉલ્લેખો–આ વર્ધમાનપુર (વઢવાણ)માં રચાયેલા પુરાણ (સર્ગ ૧, શ્લો. ૪૦)માં પાર્થાલ્યુદય અને એના કર્તા જિનસેનનો ઉલ્લેખ છે. વળી રવિણકૃત પદ્મપુરાણ (શ્લો. ૩૪), જટાસિંહનંદિકૃતવરાંગચરિત (ગ્લો. ૩૫) તેમ જ મહાસેનકૃત સુલોચના-કથા (શ્લો. ૩૩) વગેરેનો પણ આ કૃતિમાં ઉલ્લેખ છે.
સજુલન– જેમ કૃષ્ણના જીવનના અનેક પ્રસંગો વૈદિક પુરાણો પૈકી મુખ્યતયા હરિવંશપુરાણ, વિષ્ણુ-પુરાણ, પદ્મ-પુરાણ, બહ્મવૈવર્ત–પુરાણ અને ભાગવતમાં વર્ણવાયા છે તેમ કૃષ્ણને લગતી કેટલીક ઘટનાઓ આ જિનસેનકૃત હરિવંશપુરાણમાં પણ છે પરંતુ એ ભાગવત વગેરેથી P ૫૬ નિમ્નલિખિત “આઠ બાબતમાં જુદી પડે છે.
(૧) ભાગવત (સ્કંધ ૧૦, અ. ૨, શ્લો. ૬-૨૩, પૃ. ૭૯૯)માં બલભદ્રના સંહરણની વાત છે તો આ જિનસેનકૃત હરિવંશપુરાણમાં નથી.
. (૨) ભાગવત (સ્કંધ ૧૦, અ. ૨, શ્લો. ૫)માં બલભદ્ર કરતાં પહેલાં જન્મેલા દેવકીનાં છ સજીવ બાળકોને કંસ મારી નાંખે છે એમ કહ્યું છે જ્યારે આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૧૩૫, પૃ. ૩૬૩-૩૬૪) પ્રમાણે તેમ જ હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સર્ગ ૫, ગ્લો. ૯૧–૯૭) પ્રમાણે પણ દેવકીના એ છ પુત્રોને એક દેવ અન્ય શહેરના એક કુટુંબમાં મૂકી આવે છે અને એ કુટુંબની એક સ્ત્રીના મરેલાં જન્મેલાં છ બાળકોને દેવકીની પાસે મૂકી જાય છે. પછી કંસ એ મૃત બાળકોને મારી નાંખે છે. જ્યારે પેલા છ પુત્રો તો આગળ ઉપર નેમિનાથ પાસે દીક્ષા લે છે.
| (૩) યશોદાની તત્કાલ જન્મેલી પુત્રીને દેવકીની પાસે લવાતાં કંસ એનું નાક ચપટું કરી એને છોડી મુકે છે જ્યારે ભાગવત (સ્કંધ ૧૦, અ. ૪, શ્લો. ૨–૧૦, પૃ. ૮૦૯) પ્રમાણે કંસ એને પટકે છે પરંતુ એ યોગમાયા હોવાથી છટકી જાય છે અને કાલી-દુર્ગા ઇત્યાદિ શક્તિરૂપે પુજાય છે. જિનસેન ૧. આ “મા. દિ. ગ્ર”માં ગ્રંથાંક ૨-૩૩ તરીકે ઈ. સ. ૧૯૩૦માં [અને “ભારતીયજ્ઞાનપીઠથી” ૧૯૬૨માં
છપાયું છે. શ્રીનાથુરામ પ્રેમીનો “વાર્ય નિનોન પર ૩ના હરિવંશ” નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ.
૪૨૦-૪૩૩)માં પ્રસિદ્ધ થયો છે. ૨. જિનસેનનું આદિપુરાણ આ પછી રચાયું છે. ૩. એમના ભાઈ અમિતસેન સો વર્ષ જીવ્યા હતા. ૪. જુઓ પૃ. ૫૨-૫૩. ૫. ગ્લો ૪૧માં કોઈકે રચેલા વર્ધમાનપુરાણનો ઉલ્લેખ છે. શું એ સંસ્કૃતમાં છે ? એની કોઈ હાથપોથી મળે છે ? ૬. આ આઠ બાબતો વાર તીર્થર (પૃ. ૮૦-૮૪)માં અપાઈ છે. એના આધારે હું એ હકીકત અહીં રજૂ કરું છું. ૭. વસુદેવહિડી (પ્રથમ અંશ, પૃ. ૩૬૮-૩૬૯)માં પણ કહ્યું છે કે દેવકીનાં છ પુત્રોને કંસ મારી નાંખે છે. ૮. વસુદેવહિડી (પ્રથમ અંશ, પૃ. ૩૬૯) પ્રમાણે નાક કાપી લઈ છોડી દેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org