________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૬-૨૧૦]
૧૨૯
અને સતસંધાન-કાવ્યો રચાયાં છે તેમ (પાંચ પદ્ય કરતાં મોટું) ત્રિસંધાન, પંચ-સંધાન કે "સંધાન કાવ્ય રચાયું હોય એમ જણાતું નથી. બાકી ત્રિસંધાન-સ્તોત્ર તો રચાયું છે. જુઓ પૃ. ૧૨૮
ચતુસંધાન કાવ્ય- “દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથમાં મનોહર તેમ જ શોભને આ નામનું એકેક કાવ્ય રચ્યાનો ઉલ્લેખ શ્રી અગરચંદ નાહટાએ એમના લેખમાં કર્યો છે પણ એની મે ૨૦૯ નોંધ જિ. ૨. કો. માં નથી. વળી આ કાવ્ય દ્વારા કયા ચાર ચાર અર્થો વિવક્ષિત છે તે જાણવું બાકી રહે છે.
સખસન્ધાન-કાવ્ય (લ. વિ. સં. ૧૨૦૦)- આ નામનું કાવ્ય “કલિ.” હેમચન્દ્રસૂરિએ રચ્યું હતું એમ મેઘવિજયગણિના સતસંધાન નામના કાવ્યના પ્રશસ્તિગત ઉલ્લેખ ઉપરથી જણાય છે. વિશેષમાં અહીં કહેવાયું છે તેમ આ ગણિના સમયમાં એ ઉપલબ્ધ ન હતું. આમ આપણે એક વિશિષ્ટ કૃતિ ગુમાવી છે.
સખસન્ધાન-કાવ્ય (વિ.સં. ૧૭૬૦)– સિદ્ધિવિજયના પ્રશિષ્ય અને કૃપાવિજયના શિષ્ય, ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા, શંખેશ્વર પાર્શ્વનાથના મહાભક્ત અને “' મંત્રના અનુરાગી મેઘવિજયગણિએ આ અપૂર્વ કૃતિ વિ. સં. ૧૭૬૦માં નવ સર્ગમાં રચી છે. એનું પરિમાણ ૪૪૨ શ્લોક જેવડું છે. એમાં સાત મહાપુરુષોનું–ઋષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ વિશેષતઃ લોકપ્રિય તીર્થકરોનું તેમ જ સીતાપતિ રામચન્દ્રનું અને વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર ગૂંથવામાં આવ્યું છે. પ્રત્યેક પદ્યનાં સાત સાત અર્થો થાય છે. એ હકીકત નવમા સર્ગના ૩૧મા પદ્યમાં “સદ્ધાર્થ સસ્થાનનાવ્યતત્વ” એ પંક્તિ દ્વારા ગ્રંથકારે પોતે કહી છે. ટીકા- આ ચમત્કારી કાવ્ય ઉપર ગ્રંથકારે ટીકા રચ્યાનું કહેવાય છે.
P. ૨૧૦ ૧. ઘનશ્યામે કૃષ્ણ, નલ અને હરિશ્ચન્દ્ર એ ત્રણની કથા પૂરી પાડનારું આબોધાકર નામનું ‘ત્રિસંધાન-કાવ્ય રચ્યું છે. એવી રીતે અનંતાચાર્યે યાદવ-રાઘવ-પાંડવીય રચી કૃષ્ણ, રામ અને પાંડવની કથા રજૂ કરી છે. વળી ચિદંબરે રાઘવ યાદવ-પાંડવીય નામનું કાવ્ય રચી રામાયણ, મહાભારત અને ભાગવતની કથા
રજૂ કરી છે.” ૨. કોઈ અજેને “ચતુઃસંધાન” કાવ્ય રચ્યું હોય તો તે જાણવામાં નથી. આ વાત “પસંધાન-કાવ્યને પણ
લાગુ પડે છે. ૩. ઉપર્યુક્ત ચિદમ્બરે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ અને સુબ્રહ્મણ્ય એ પાંચના ચરિત્ર રજૂ કરનારું પંચકલ્યાણચંપૂ રચેલ છે.
૪. જુઓ ટિ ૨. ૫. આ લેખનું નામ “અનેકાર્થ સાહિત્ય” છે અને એ “જે સિં. ભા.” (ભા. ૮, કિ. ૧)માં છપાયો છે. ૬. આ કાવ્ય “અભયદેવસૂરિ ગ્રંથમાલા”માં બિકાનેરથી તેમ જ “વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા” માં બનારસથી
ઈ.સ. ૧૯૧૭માં છપાયું છે. વળી શ્રીવિજયામૃતસૂરિકૃત સરણી નામની ટીકા સહિત આ કાવ્ય “જૈન સાહિત્યવર્ધક સભા” (સુરત) તરફથી વિ. સં. ૨૦૦૦માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં ગુજરાતી પ્રાસ્તાવિકમાં આ કાવ્યની અનુપમતા દર્શાવાઈ છે અને એનો પરિચય પણ અપાયો છે. વિશેષ માટે જુઓ “સપ્તસત્થાન એક સમીક્ષાત્મક અધ્યયન” લે. ડો. શ્રેયાંસકુમાર જૈન.]
ઇતિ.ભા.૨.
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only