________________
૩૧૧
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૮-૫૨૧]
(૧૦) રોહિણી-મૃગાંક (લ. વિ. સં. )- આ પ્રકરણના પ્રણેતા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે આનો ઉલ્લેખ નાટયદર્પણની નિવૃત્તિ (પૃ. ૬૧ અને ૬૮)માં કર્યો છે પણ આ અમુદ્રિત પ્રકરણની કોઈ હાથપોથી જોવા જાણવામાં નથી. એમાં રોહિણી અને મૃગાંક એ બે મુખ્ય પાત્રો હસે.
(૧૧) 'વનમાલા (લ. વિ. સં. )- આ નાટિકાના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે આની નોંધ નાટ્યદર્પણની વિવૃતિ (પૃ .)માં લીધી છે. આ અમુદ્રિત કૃતિની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી હોય એમ જાણવામાં નથી. આના વસ્તુ વિષે N D R G (p. 233)માં કલ્પના કરાઈ છે.
આ પ્રમાણે “કવિકટારમલ્લ રામચન્દ્ર જે ૧૧ રૂપકો રચ્યાં છે એ પૈકી યાદવાલ્યુદય અને રાઘવાક્યુદય એ બેનાં નામના અંતમાં જેમ ‘અભ્યદય’ શબ્દ છે તેમ નલવિલાસ, યદુવિલાસ, અને રઘુવિલાસ એ ત્રણનાં નામના અંતમાં ‘વિલાસ' શબ્દ છે.
ચન્દ્રલેખા-વિજય (લ. વિ. સં. ૧૨૦૭)- આ નાટિકાના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિના 2 પ૨૧ શિષ્ય, નહિ કે ગુરુદેવચન્દ્રમણિ છે. “કુમારવિહાર'માં મૂળ નાયક પાર્શ્વનાથની ડાબી બાજુએ રહેલા અજિતનાથના જિનાલયમાં વસન્તોત્સવના પ્રસંગે કુમારપાલની સભાના રંજનાથે આ પંચાંકી નાટિકા શેષ ભટ્ટારકની સહાયતાપૂર્વક રચાઈ હતી અને ત્યાં ભજવાઈ પણ હશે. અર્ણોરાજને પરાસ્ત કરવામાં કુમારપાલે દર્શાવેલી વીરતાનો પ્રસંગ અહીં વર્ણવાયો છે. આમાં નાયિકા તરીકે ચંદ્રલેખા વિદ્યાધરી છે. [ચ વિ. પ્રકા. શારદાબેન ચી. એ. સેન્ટર, અમદાવાદ]
માન-મુદ્રા-ભંજન (લ. વિ. સં. ૧૨૧૦)- આ ૧૮૦૦ શ્લોક જેવડા નાટકના કર્તા પણ ઉપર્યુક્ત દેવચન્દ્રમણિ છે. સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધને અંગે આ રચાયેલું નાટક હજી સુધી તો મળી આવ્યું નથી.
મુદ્રિત-કુમુદચન્દ્ર' (લ. વિ. સં. ૧૨૧૦)- આ પંચાંકી નાટક છે. એ દરેકમાં વિખંભક છે. આ નાટકના કર્તા જૈન ગૃહસ્થ યશશ્ચન્દ્ર છે. એઓ “ધર્કટ’ વંશના ધનદેવના પૌત્ર અને પાચન્દ્રના ૧. અમરચન્ટે પણ આ નામની નાટિકા રચી છે. ૨. આ વાસુદેવ કૃષ્ણને લગતુ નાટક છે. એમાં કંસ અને જરાસંધના વધ અને કૃષ્ણના રાજયાભિષેકનો ઉલ્લેખ
છે. આ નાટક દશાંકી હશે. જુઓ N D R G (p. 233) ૩. આ બૃ. ટિ. પ્રમાણે દશાંકી નાટક છે. એનો પ્રારંભ સીતાના સ્વયંવરથી કરાયેલો લાગે છે અને બાકીની
બાબતો રઘુવિલાસગત વસ્તુના જેવી હશે એમ N D R G (p. 232)માં કહ્યું છે. ૪. એમણે આ પ્રકરણમાં એમના ગુરુ વિષે નીચે મુજબનો ઉલ્લેખ કર્યો છે :
વિદ્યાધિસ્થમજ્વરઃ શ્રીદેવો પુરું?" ૫. આ “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૨માં પ્રકાશિત કરાયું છે. ૬. આનો ગુજરાતી અનુવાદ મેં ઘણાં વર્ષો ઉપર તૈયાર કર્યો હતો પણ એ હજી સુધી તો અપ્રસિદ્ધ છે. ૭. H TL (Vol. II, p. 546)માં આને ખરેખરું જૈન નાટક (genuine Jinistic drama) કહ્યું છે.
એનું કારણ એમ લાગે છે કે એનું વસ્તુ કોઈ અજૈન કૃતિમાંથી લેવાયું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org