________________
૩૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ જ્ઞાનદીપિકા- “રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિના શિષ્યોમતિલકસૂરિએ આ વૃત્તિ રચી છે.' ટીકા- આ અજ્ઞાતકર્તૃક છે.' (૪) ગંગાષ્ટક– આના કર્તા તરીકે કેટલાક શંકરાચાર્યનો ઉલ્લેખ કરે છે. ટીકા- આ કોઈ જૈન મુનિએ રચી છે. આની જિ. ૨. કો. (વિ. ૧)માં નોંધ નથી.
(ગ) પાય લાવ્યો [૩] (૧) ગાહાસત્તસઈ કિંવા ગાહાકોસ (ઉં. વિક્રમની ત્રીજી સદી)- આના કર્તા-સંગ્રાહકસંપાદક નૃપતિ હાલ છે. એઓ “સાતવાહન વંશના સત્તરમા નૃપતિ ગણાય છે. એઓ શ્રીપાલિતના આશ્રયદાતા છે. એમની આ કૃતિ સાત શતકમાં વિભક્ત છે. દરેક શતકમાં સોને બદલે ૧૦૧ પદ્યો છે અને એ બધાં આર્યામાં છે. આમાં ભારોભાર શૃંગાર ભરેલો છે. પ્રાકૃતિક દૃશ્યોનું તેમ જ સામાજિક
પરિસ્થિતિનું પણ આમાં નિરૂપણ છે. સુભાષિતોની દૃષ્ટિએ આ કેવળ પાઈય સાહિત્યમાં જ અજોડ P ૫૭૦ છે એમ નહિ પરંતુ એની બરોબરી કરી શકે એવી એકે સંસ્કૃત કૃતિ જાણવામાં નથી. બાણભટ્ટે
હર્ષચરિત (પીઠિકા, ગ્લો. ૧૭)માં એની પ્રશંસા કરી છે. મુક્તકકાવ્ય રચનારા તરીકે જે “ચાર સાહિત્યકારો ગણાવાય છે તેમાં આ ગાહાસત્તસઈના કર્તા સૌથી મોખરે છે. ધ્વનિ-કાવ્ય તરીકે પણ આ ઉત્તમ ગણાય છે.
ટીકાઓ- આના ઉપર ઓછામાં ઓછી ૧૮ પ્રાચીન ટીકાઓ છે. બુ. ટિ. પ્રમાણે આજડે, જલ્ડણદેવે તેમ જ ભુવનપાલે એકેક ટીકા રચી છે. આ જલ્ડણદેવ તે સ્વ. દલાલના કથન મુજબ મ્હાઈબ્દદેવના પુત્ર થાય છે. એમણે રચેલી ટીકાની એક તાડપત્રીય પ્રતિ મળે છે અને એના ઉપર એક જૈન ટીકા છે.
અનુકરણો– ગાહાસરસઈના અનુકરણ તરીકે અમરુશતક, ગોવર્ધનકૃત આર્યાસપ્તશતી
અને વિહારીએ (વિ. સં. ૧૯૬૦-વિ. સં. ૧૭૨૦)વ્રજ ભાષામાં રચેલી સતસઈ ગણાવાય છે. P પ૭૧ (૨) સનેહયરાસય કિવા “સંદેશરાસક (લ. વિ. સં. ૧૪00)– આના કર્તા અહમાણ
ઉર્ફે અબ્દુલ રહેમાન નામના મુસ્લિમ છે. એઓ મીરસેનના પુત્ર થાય છે. એમની આ કૃતિ વિ. ૧-૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૬) ૩. આ વિવિધ સ્થળેથી છપાઈ છે. જુઓ પા. ભા. સા. (પૃ: ૧૪૨) ૪. વિશેષ માહિતી માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૪૩) ૫. હાલ, અમર, ભર્તુહરિ અને ગોવર્ધન. ૬. આના ઉપર “નાગોર લંકા' ગચ્છના વિરચંદના શિષ્ય વિ. સં. ૧૮૬૦માં વૃત્તિ રચી છે. એ પૂર્વે મોડામાં
મોડા વિ.સં. ૧૭૩૪માં “વિજય'ગચ્છના માનસિંહે બાલાવબોધ રચ્યો છે. ૭. આ નામ તેમ જ “અદહમાણ' નામ કર્તાએ જાતે ચતુર્થ પદ્યમાં આપ્યાં છે. ૮. આનો અર્થ આની વૃત્તિ (પૃ. ૩)માં સંદેશોનો રાસક એવો કરાયો છે. ૯. વૃત્તિકારે સૂચવેલા આ નામથી આ કૃતિ લક્ષ્મીચન્દ્રકૃત વૃત્તિ તથા કોઈની (? નયસમુદ્રની) અવચૂરિ સહિત
સિ. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૫માં છપાઈ છે. ૧૦. આ નામ વૃત્તિકારે ચતુર્થ પદ્યની વૃત્તિમાં આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org