________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૬૫-૫૬૯] ૩૩૭ "પુષ્પદન્ત છે. એમનો સમય વિ. સં. ૧૧૨૦ની પૂર્વનો છે કેમકે ‘૩૧ પદ્યો પૂરતું આ સ્તોત્ર ગન્ધધ્વજે અમરેશ્વર મંદિરમાં આ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૧૨૦માં કોતરાવ્યું છે. આ સ્તોત્રનો પ્રારંભ “મહિ: પારં તેથી થાય છે. એને લઈને એને મહિમ્ન સ્તોત્ર કે મહિમ્નસ્તોત્ર કહે છે. આ પ્રાસાદિક ને પ૬૮ અને ભાવવાહી સ્તોત્ર દ્વારા શિવનો મહિમા વર્ણવાયો છે. આથી આનું શિવમહિમ્નસ્તોત્ર એવું નામ પણ પ્રચલિત બન્યું છે. આ સ્તોત્રનું “સિરથી શરૂ થતું પદ ખૂબ જ જાણીતું છે.
ટીકા– આ સ્તોત્ર ઉપર અનેક અજૈનોની ટીકા છે. જૈન ટીકા તરીકે નાગપુરીય તપા ગચ્છના હર્ષકીર્તિસૂરિની ટીકા છે.
અનુકરણો– આ સ્તોત્રનાં અનુકરણરૂપે ઋષભદેવ અને પાર્શ્વનાથને અંગે નીચે મુજબનાં બે સ્તોત્રો રચાયાં છે :(૧) રત્નશેખરસૂરિએ ૩૮ પઘોમાં રચેલું મહિમ્નસ્તોત્ર યાને 'ઋષભમહિમ્નસ્તોત્ર. (૨) જયચન્દ્રસૂરિના શિષ્ય સત્યશેખરગણિએ સ્વોપજ્ઞ અવસૂરિ સહિત રચેલું મહિમ્ન-સ્તોત્ર. (૩) લઘુસ્તવ, લઘુસ્તોત્ર કિંવા ત્રિપુરાસ્તોત્ર- આના કર્તા લઘુપંડિતરાજ છે અને એમાં ૨૪ પદ્યો
છે. એ પૈકી પહેલાં બે તેમ જ છેલ્લાં બે D c G C M (Vol. Xix, sec. 1, pp. 1, pp. 264- 2 પ૬૯ 265)માં મેં નોંધ્યા છે.
ન્યાસ– લઘુસ્તવ ઉપર કોઇકનો વાસ છે. એનો આદ્ય તેમ જ અંતિમ અંશ મે b c G C M (Vol. XIX, sec. 1, pt. 2, p. 82)માં આપ્યા છે.
૧. શ્રી નાથૂરામ પ્રેમીએ આ પુષ્પદન્ત તે મહાપુરાણના કર્તા દિ. પુષ્પદન્ત હશે એવો ઉલ્લેખ પુષ્પદન્તકૃત
મહાપુરાણ (ખંડ ૩)ને અંગેના “મહાકવિ પુષ્પદન્ત” નામના પોતાના વક્તવ્ય (પૃ. ૩)માં કર્યો છે. જો આ ઉલ્લેખ સાચો જ હોય તો આ પુષ્પદન્ત વિષે આ બાબત તેમ જ બીજી કેટલીક માહિતી “આકાશવાણી” ના મારા તા. ૩-૧૧-'૬૬ના વાર્તાલાપમાં મેં આપી હતી. એ ઉપરથી “પુષ્પદત્તકૃત મહાપુરાણ” નામનો “જે. ધ. પ્ર.” (પૃ. ૮૩. અં. ૩)માં તેમ જ “દિગંબર જૈન” (વ. ૬૦, અં. ૩)માં એકેક લેખ અનુક્રમે
છપાયો છે. ૨. મધુસૂદન સરસ્વતીને મતે મહિમ્નસ્તોત્રમાં ૩૬ પડ્યો છે અને કેટલીક હાથપોથી પ્રમાણે ૪૩ પદ્યો છે. ૩. મધુસૂદન સરસ્વતીએ તો આ સ્તોત્રના હરિ અને હર એ બંને પક્ષમાં ઘટે એવા અર્થ કર્યા છે. ૪. આ પ્રકરણરત્નાકર (ભા. ૨, પૃ. ૧-૩)માં છપાવાયું છે. ૫. “લોંકા' ગચ્છના રઘુનાથે (રૂઘનાથે ?)૪૦ પદ્યમાં વિ. સં. ૧૮૫૭માં રચેલું મહિમ્નસ્તોત્ર યાને પાર્શ્વમહિમ્નસ્તોત્ર રામચન્દ્ર વિ. સં. ૧૯૩૫માં રચેલી ટીકા સહિત ઇ. સ. ૧૮૮૦માં બનારસથી પ્રસિદ્ધ થયું છે. એ પાદપૂર્તિ રૂપ કાવ્ય નથી એમ શ્રી અગરચંદ નાહટાનું કહેવું છે. જુઓ “જૈ. સિ. ભા.” (ભા.
૩, કિં. ૩, પૃ. ૧૧૧) ૬. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો. (વિ ૧)માં નોંધાયેલી નથી.
૨૨
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org