________________
|
P ૫૬૬
૩૩૬
- જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ટીકા (વિ. સં. ૧૭૯૧)- આ શૃંગારિક કાવ્ય ઉપર “ખરતર' ગચ્છના રૂપચન્ટ વિ. સં. ૧૭૯૧માં ટીકા રચી છે. આ રૂપચન્ટ વિ. સં. ૧૭૮૭માં ભર્તુહરિકૃત શતકત્રય ઉપર ભાષાટીકા રચી છે. [કોમટી ભૂપાલની શ્રૃંગારદીપિકા ટીકાની પ્રત કોબા કૈલા. જ્ઞાન. . પ૭૯૦૭ માં છે.]
(૬) સ્તોત્રો (૪) 'સૂર્યશતક એ સૂર્યની સ્તુતિરૂપ હોઈ એ સ્તોત્ર ગણાય પરંતુ એ “શતક' હોવાથી મેં એ રીતે એની નોંધ આ પૂર્વે પૃ. પ૬૪માં લીધી છે. આથી અહીં સ્તોત્રો તરીકે ગાયત્રીથી શરૂઆત કરું છું.
(૧) ગાયત્રી– આથી તૈત્તિરીય આરણ્યક (અનુ.૨૭)માંનો નીચે મુજબનો પાઠ અભિપ્રેત છે – ॐ भूर्भुवःस्वस्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥ યજુર્વેદ (અ ૩૬)માં ૐ સિવાયનો પાઠ છે. ઋગ્વદ (૩, ૬૨, ૧૦)માં નિમ્નલિખિત પાઠ છે :
"तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ધિયો યો નઃ પ્રચોદયાત્ ?' આ ત્રણ પાદવાળા “ગાયત્રી' છંદમાં રચાયેલું હોવાથી એને “ગાયત્રી' કહે છે. એ સૂર્યની સ્તુતિરૂપ હોવાથી એને “સાવિત્રી' પણ કહે છે. આ ગાયત્રીને વૈદિક હિંદુઓ મંત્રરૂપ ગણી એનો જાપ કરે છે.
વિવરણ– ઉપાધ્યાય શુભતિલકે ક્રીડાથે તૈત્તિરીય આરણ્યકમાંના ઉપર્યુક્ત પાઠ અંગે આ *વિવરણ રચ્યું છે. પ્રારંભમાં એમણે કહ્યું છે કે ગાનારનું ત્રાણ (રક્ષણ) કરે તે “ગાયત્રી' ત્યાર બાદ એમણે ગાયત્રીનાં પદોને ભિન્ન ભિન્ન રીતે જુદાં પાડી અને એકાક્ષરીનો આશ્રય લઈ એના જૈન, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, વૈષ્ણવ, બૌદ્ધ, જૈમિનીય અને ભાટ્ટ એ આઠે દર્શન અનુસાર એનું વિવરણ કર્યું છે. ત્યાર પછી એમણે મંત્રાલરનાં બીજકો અને યંત્રો વિષે નિરૂપણ કર્યું છે.
જૈન ગાયત્રી- આ કોઈક જૈનની ઉપર્યુક્ત ગાયત્રીના અનુકરણરૂપે રચાયેલી કૃતિ હશે. વૃત્તિ- આ “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિની વૃત્તિ છે.
(૨) મહિમ્ન સ્તોત્ર કિવા શિવમહિમ્નસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૧૨૦)- આ સ્તોત્રના કર્તા ૧. સૂર્યસહસ્રનામસ્તોત્ર ઉપર ભાનુચન્દ્રમણિએ ટીકા રચી છે. ૨. આ પાઠ શાંકરભાષ્યમાં છે. ૩. એઓ વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયાનું અનુમનાય છે. ૪. આ વિવરણ અને કાર્યરત્નમંજૂષામાં પૃ. ૭૧-૮૨માં છપાયું છે. પ. ક્ષત્રિયોને અંગે ક્ષત્રિય-ગાયત્રી રચાયાનો એક સ્થળે ઉલ્લેખ છે ૬. આ અનેક સ્થળેથી પ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org