________________
P ૫૫૯
૩૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ટીકા- આ કાદંબરી ઉપર ઉપર્યુક્ત ભાનુચન્દ્રગણિ અને એમના શિષ્ય સિદ્ધિચન્દ્રગણિના સંયુક્ત પરિશ્રમરૂપે એક ટીકા રચાઈ છે. ' 'કાદંબરીમંડન કિવા કાદમ્બરી સાર- માળવાના બાદશાહને કાદંબરી સાંભળવાની ઇચ્છા થવાથી એણે “શ્રીમાલી' જ્ઞાતિના શ્રાવક મંત્રી મંડનને કહ્યું કે મને એ ટૂંકમાં સંભળાવો. આ ઉપરથી મંડને અનુષ્ટ્રમાં ચાર પરિચ્છેદ પૂરતી કાદંબરી રચી અને એનું નામ કાદંબરીમંડન રાખ્યું. એ કાદંબરી કથાના સારરૂપ હોવાથી કેટલાક એને કાદંબરીસાર કહે છે. આની એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મલે છે.
(૪) ખંડ-કાવ્યો [૮] (૧) ખંડ-પ્રશસ્તિ- આ ૧૬૦ પદ્યના કાવ્યના કર્તા હનુમાન (હનુમત) છે. એમણે પ્રથમ પદ્યમાં હનુમાનની સ્તુતિ કરી છે. આ કાવ્યમાં વિષ્ણુના દસ અવતરોનું વર્ણન છે. આ કાવ્ય ઉપર નીચે મુજબની પાંચ જૈન ટીકાઓ રચાઈ છે :
(૧) વૃત્તિ (વિ. સં. ૧૫૦૧)- ધર્મશેખરસૂરિએ વિ. સં. ૧૫૦૧માં આ વૃત્તિ રચી છે.
(૨) સુબોધિકા (વિ. સં. ૧૬૪૧)– આ ટીકા “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય ગુણવિનયગણિએ વિ. સં. ૧૬૪૧માં રચી છે. એની વિ. સં. ૧૬૪૩માં લખાયેલી એક હાથપોથી “ભાં. પ્રા. સં. મં.”માં છે એનો ગ્રન્થાઝ ૨૨૩૬ શ્લોકનો છે.
(૩) ટીકા- આના કર્તા પ્રબોધમાણિક્ય છે. (૪) ટીકા-આના કર્તા રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશ વગેરેના ટીકાકાર શ્રીવિજય છે." (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. આ પાંચ ટીકાઓ પૈકી ત્રીજી અને ચોથીનો જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી.
(૨) ઘટકર્પર (લ. વિ. સં ૫૫૦)- આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું નામ સૂચવે છે તો કેટલાક ઘટ-કર્પર એવું નામ સૂચવે છે અને એમનો સમય ઇ. સ. પ00ની લગભગનો દર્શાવે છે. વિયોગિની વનિતાની દુઃખદ સ્થિતિ અને એણીએ પોતાના વલ્લભને એ અવસ્થા જણાવવા
P પ૬૦
૧. એમણે કાદંબરીનો સાર ગુજરાતીમાં રચ્યો છે. એ “પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૪)માં છપાયો છે. ૨. નિર્ણયસાગર મુ. ધ્વારા આ છપાઈ છે. ૩. પાટણની “હેમચન્દ્રસભા” તરફથી આ કૃતિ ગ્રંથાંક ૮ તરીકે છપાઈ છે. ૪. આ કાવ્ય વાસનાચાર્યે સંપાદિત કર્યું છે અને એ “પંડિતમાં ઈ. સ. ૧૮૭૦-૭૨માં છપાવાયું છે. ૫. જુઓ પૃ. ૫૩૮, ૨૪૧ અને પ૪પ ૬. જુઓ ચતુરવિજયજીનો લેખ નામે “જૈનેતર સાહિત્ય અને જેનો” અહીં કોઈકે રચેલી લઘુવૃત્તિનો પણ
ઉલ્લેખ છે. ૭. આને “ઘટ-ખર્પર' પણ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org