________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૫-૫૫૮] ૩૩૧ તામલિકાને એની શોધ માટે મોકલે છે એ કંદર્પકેતુને મળી એને અંતઃપુરમાં લાવે છે. એક વિદ્યાધર નામે પુષ્પકેતુ સાથે વાસવદત્તાનાં લગ્ન થવાનાં હતાં એટલે એ પ્રેમીયુગલ નાસી જાય છે. આગળ જતાં કોઈ એક તાપસના ઉદ્યાનમાં એ બે જણ ઊંઘે છે. વાસવદત્તા જાગી ફળફૂલ લેવા જાય છે ત્યાં તો બે કિરાત નાયકો એની શોધમાં આવે છે. પરંતુ માંહોમાંહે લડી એ મરણ પામે છે. પોતાના P ૫૫૭ ઉદ્યાનની દુર્દશા વાસવત્તાને લઈને થઈ એમ માની પેલો તાપસ વાસવદત્તાને શાપ દે છે કે તું નિજીર્વ પૂતળું બની જશે. વાસવદત્તા કાલાવાલ કરે છે ત્યારે એ કહે છે કે કંદર્પકેતુનો અચાનક સમાગમ થતાં તું જેવી હતી તેવી પાછી થઈ જશે.
કંદર્પકતુ જાગીને જુએ છે તો વાસવદત્તા મળે નહિ. એ આપઘાત કરવાની તૈયારી કરે છે ત્યાં દિવ્ય વાણી સંભળાય છે કે વાસવદત્તા જરૂર મલશે. જંગલોમાં રખડતાં એ એક પૂતળા પાસે આવે છે. એમાં વાસવદત્તાનું સામ્ય જોઈ એ એને આશ્લેષે છે ત્યાં તો એ વાસવદત્તા બની જાય છે.
ટીકા- આ વાસવદત્તા ઉપર ભાનુચન્દ્રગણિના શિષ્ય સિદ્ધિચન્દ્રગણિએ ટીકા રચી છે.
(૨) 'કાદંબરી (લ. વિ. સં. ૭00)- આનો પ્રારંભ બાણભટ્ટ ઉર્ફે બાણે કર્યો છે. એમને કેટલાક પુલીન્દ્ર કહે છે. એમણે હર્ષચરિતમાં એક અઢેલીને ઊભા રહેલા ઘોડાનું જે આબેહુબ વર્ણન કર્યું છે એ ઉપરથી કે પછી કાદંબરીમાં “ઇન્દ્રાયુધ” નામના ઘોડાનું જે પરિપૂર્ણ અને મનોરંજકનો વર્ણન કર્યું છે એ ઉપરથી એમને “તુરંગ-બાણ' પણ કહે છે. એમનો સમય સુબધુ કરતાં પછીનો– ઈ. સ. ૬૫૦ની આસપાસનો છે. બાણભટ્ટે શરૂ કરેલી કાદંબરી એમના પુત્ર ભૂષણ ભટ્ટ પૂર્ણ કરી છે. કેટલાકને P ૫૫૮ મતે કાદાબરીનો ચન્દ્રાપીડથી વિયોગ થતાં એને જે દુઃખ થયું તેનું વર્ણન કરતાં બાણ પરલોક સિધાવ્યા. આ બાણે જે કોઈ વિષય હાથમાં લીધો એનું એમણે સાદ્યન્ત અને સજીવ ચિત્ર આલેખ્યું છે. દા. ત. યુદ્ધનું વર્ણન કરતી વેળા શસ્ત્રાદિનો અને અરણ્યના વર્ણનના વખતે વૃક્ષોનો એમણે તાદશ ચિતાર આપ્યો છે.
વિષય- વૈશંપાયન નામનો પોપટ વિદિશાનારાજા શૂદ્રક આગળ ઉજ્જૈનના ચન્દ્રાપીડ અને ગન્ધર્વ કન્યા કાદંબરી વચ્ચેના અનુરાગનું તેમ જ કાદંબરીની સખી મહાશ્વેતા અને પુંડરીક વચ્ચેના અનુરાગનું વર્ણન કરે છે. એકાએક ચન્દ્રાપીડ અને પુંડરીકના અવસાન થવાથી કાદંબરી અને મહાશ્વેતાનાં લગ્ન અટકી જાય છે પરંતુ દિવ્ય વાણી સાંભળી એઓ વખત વીતાવે છે.
ઉપર્યુક્ત પોપટ કથા કહી ઊડી જાય છે. ત્યાર બાદ જે સ્ત્રી શૂદ્રક પાસે પોપટ લાવી હતી તે કહે છે પોપટે કહેલી કથા તો એના પૂર્વ જન્મની હકીકત હતી. શૂદ્રક પોતે જ ચન્દ્રાપીડ હતો. પછી શાપને લઈને અટકી પડેલા લગ્નો થાય છે. ૧. આ ગુરુ-શિષ્યકૃતિ ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૯૪૮માં પ્રકાશિત થયેલી
છે. આ એનું નવમું સંસ્કરણ છે. એમાં મથુરાનાથ શાસ્ત્રીકૃત ચષક નામનું ટિપ્પણ તથા ઉપોદ્યાત છે. ૨. જુઓ પૃ. ૫૪૭ ટિ. ૨માં નિર્દેશાયેલો મારો લેખ. ૩. સરખાવો વાગોષ્ઠિષ્ટ નYIસર્વ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org