________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૮-૫૬૨] ૩૩૩ સવારના મેઘને મોકલ્યાની વાત અહીં વર્ણવાઈ છે. અંતિમ પદ્યમાં એવો ઉલ્લેખ છે કે યમકોમાં મને જીતશે-આ યમકમય કાવ્ય કરતાં વધારે ચડિયાતું કાવ્ય રચશે તેને ઘડાની ઠીબમાં હું પાણી આપીશ. આ ઉપરથી આ કાવ્યનું નામ “ઘટ-કર્પર' પડ્યું છે.
આ યમકમય કાવ્ય ઉપર ત્રણ જૈન ટીકાઓ છે – - (૧) વૃત્તિ– ‘પૂર્ણતલ્લ’ ગચ્છના વર્ધમાનસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ આ રચના કરી છે. એમનો
સમય વિક્રમની ૧૧મી કે ૧૨મી સદી છે. (૨) ટીકા- “બૃહ” ગચ્છના રત્નપ્રભસૂરિના શિષ્ય અને મેઘદૂત વગેરેના વૃત્તિકાર લક્ષ્મીનિવાસે P ૫૬૧
આ રચી છે. ટીકા- આના કર્તા પૂર્ણચન્દ્ર છે. આ ત્રણ ટીકાઓ પૈકી છેલ્લી બેની જિ. ૨. કો. (વિ. ૧) માં નોંધ નથી.
(૩) મેઘાલ્યુદય- આ ૩૮ (? ૩૬) પદ્યના લઘુ કાવ્યના કર્તાનું નામ કેલિ હોવાનું કેટલાક કહે છે. એની એક હાથપોથી પ્રમાણે એનું ઘટ-કર્પર' નામ છે. કૃષ્ણમાચારિઅરના મતે વૃન્દાવનકાવ્ય જે માનાંકે રચ્યું છે તેઓ જ આના કર્તા છે. જુઓ | c s L(પૃ. ૩૭૩) જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૫)માં કર્તા તરીકે “માનાંકસૂરિ' નામ છે અને આ કાવ્યનો પ્રારંભ નિતાતિમાનાથી હોવાનું અહીં કહ્યું છે.
માનાંક મહીપતિએ મેઘાલ્યુદય અને વૃન્દાવન એ બે કાવ્યો તેમ જ 'ગીતગોવિન્દ ઉપર ટિપ્પણિકા અને માલતીમાધવ ઉપર ટીકા રચ્યાનું મનાય છે. એમનું જ અપર નામ સાયકેલિ હોય તો ના નહિ. એઓ ઇ.સની ૧૨મીથી ઇ.સ.ની ૧૪મી સદીમાં થઈ ગયાનું કહેવાય છે. આ મેઘાલ્યુદય ઉપર બે જૈન ટીકા છે :
P ૫૬૨ (૧) વૃત્તિ ઘટકર્પર વગેરે કાવ્યના ટીકાકાર શાન્તિસૂરિએ આ વૃત્તિ રચી છે.
(૨) મુગ્ધાવબોધ – આના કર્તા લક્ષ્મીનિવાસ છે. આનો જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી. [(૩) માનાંકસૂરિકૃત ટીકા (ગ્રં.૩૬ શ્લોક)ની પ્રત કોબા કૈલા.જ્ઞાન. ક્ર. ૩૧૧૧૮ માં છે.] ૧. જુઓ પૃ. ૫૪૩ અને ૫૬૨ ૨. જુઓ પંજાબના ભંડારની સૂચી (ક્રમાંક ૭૪૨.) ૩. જુઓ D c G C M (Vol. XII. pt. 2, p. 187). ૪. આ બાર સર્ગમાં વિભક્ત છે. એનું શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે ઇ. સ. ૧૯૧૮માં ગુજરાતીમાં ભાષાન્તર
કર્યું છે. તેમ જ ઉપોદ્ધાત પણ લખ્યો છે. ૫. આ સંબંધમાં જુઓ ડૉ. વામનશર્મા મહાદેવ કુલકર્ણીનો નિમ્નલિખિત પુસ્તક ઉપરનો અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. 20-29) "Jayadeva's Gitagovinda with King Mananka's commentary". 241 Y2015
લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઇ. સ. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાયું છે. ૬. જુઓ પૃ. ૫૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org