________________
P ૫૫૫
P. ૫૫૬
૩૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ૯૧૬)ના દરબારના કવિ થાય છે. એમણે આ સંપૂમાં છઠ્ઠા ઉચ્છવાસના શ્લો. ૧માં “યમુના” નદી માટે જે મનોરમ કલ્પના છે એ ઉપરથી એમને “યમુના-ત્રિવિક્રમ” કહે છે. એમણે આ સંપૂમાં સાત ઉચ્છવાસમાં નળ અને દમયન્તીની કથા આલેખી છે. આના ઉપર નીચે મુજબનાં ચાર જૈન વિવરણો છે :
(૧) વિષમપદપ્રકાશ- આ વિવૃત્તિના કર્તા “પ્રાગ્વાટ' કુળના ચંડપાલ છે. યશોરાજ, ચંડસિંહ અને લૂણિગ એ એમના અનુક્રમે પિતા, મોટા ભાઈ અને ગુરુ થાય છે. બુ. ટિ. માં આ વિવૃત્તિનું પરિમાણ ૧૯00 શ્લોકનું દર્શાવાયું છે. આમાં જૈન વ્યાકરણનાં સૂત્રો છે.
(૨) ટીકા- ‘ખરતરમ્ ગચ્છના ગુણવિનયના ગુરુ પ્રબોધમાણિક્ય 1000 શ્લોક જેવડી આ રચી છે.' પ્રિબોધમાણિક્યના શિષ્ય ગુણવિનયે આ ટીકા રચી છે.]
(૩) વૃત્તિ (વિ. સં. ૧૬૪૬)- ખરતર' ગચ્છના જયસોમગણિના શિષ્ય ગુણવિનયે ૮૮00 શ્લોક જેવડી વિ. સં. ૧૬૪૬માં આ રચી છે. (૪) ટિપ્પણ- આના કર્તાનું નામ જાણવામાં નથી.
(રૂ) બૃહત્ ગદ્યાત્મક કાવ્યો [૨] (૧) વાસવદત્તા (લ. વિ. સં. ૬૫૦)- આ કથાના કર્તા સુબળ્યું છે. એમનો સમય ઇ. સ. ૬૦૦ની આસપાસનો ગણાય છે. બાણભટ્ટ હર્ષચરિત ( )માં આ સુબધુનો ઉલ્લેખ કર્યો છે. આ સુબધુએ વાસવદત્તામાં શ્લેષનો ઉપયોગ કર્યો છે. વળી એમણે મોટા સમાસો યોજ્યા છે. આ વાસવવત્તાની કથા નીચે મુજબ છે :
- ચિન્તામણિ રાજાનો પુત્ર કંદર્પકતું સ્વપ્નમાં એક સુંદર કન્યા જુએ છે અને એની શોધ માટે પોતાના મિત્ર મકરંદ સાથે નીકળી પડે છે. રાતે ઝાડ નીચે વિસામો કરતાં એક પોપટ અને પોપટીને એવી વાત કરતાં સાંભળે છે કે “કુસુમપુરના શૃંગારશેખરની કન્યા વાસવદત્તાએ એક ખૂબસૂરત યુવકને સ્વપ્નમાં જોયો ત્યારથી એ એને જ પરણવાનો નિશ્ચય કરી બેઠી છે. એ પોતાની દાસી १. “उदयगिरिगतायां प्राक्प्रभापाण्डुताया- मनुसरति निशीथे शृङ्गमस्ताचलस्य ।
जयति किमपि तेजः साम्प्रतं व्योममध्ये सलिलमिव विभिन्नं जाहनवं यामुनं च ॥१॥" ૨. જુઓ પૃ. ૫૪૭ ટિ. રમાં નિર્દેશાયેલો મારો લેખ. ૩. આ નિર્ણયસા. તરફથી પ્રકાશિત છે. આમાં જે જૈન વ્યાકરણનાં સૂત્રો હતાં તેને સ્થાને પાણિનિકૃત અષ્ટાનાં
સૂત્રો આ પ્રકાશિત વિષમ-પદપ્રકાશમાં અપાયાં છે એમ એના સંપાદક ભટ્ટનારાયણ શર્માએ કહ્યું છે. ૪. [ગુણવિનય ઉપાધ્યાયની આ ટીકાનું શ્રીવિનયસાગરે સંપાદન કર્યું છે. ટુંકમાં પ્રસિદ્ધ થનાર છે.] ૫. આ શ્રીકૃષ્ણસૂરિકૃત વિમર્ણિન્યાય નામની વ્યાખ્યા સહિત ઈ. સ. ૧૯૦૬માં પ્રકાશિત કરાઈ છે. એ
“વાણીવિલાસ” મુદ્રણાલયમાં છપાવાઈ છે. ૬. આના નાયક તરીકે કનોજના રાજા હર્ષવર્ધન (ઇ. સ. ૬૦૬-ઈ. સ.૬૪૬) છે. એઓ બાણભટ્ટના
આશ્રયદાતા અને મિત્ર થાય છે. હર્ષચરિતમાં બાણભટ્ટે પ્રારંભમાં આત્મવૃત્તાંત આપી ત્યાર બાદ આ રાજાનું જીવન આલેખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org