________________
૩૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ P ૫૫૧
(૮) નૈષધીયચરિત (ઈ. સ.ની બારમી સદી)- આ પાંચ મહાકાવ્યમાંનું એક છે. એ બાવીસ સર્ગ પૂરતું મળે છે. કેટલાકને મતે એ ઓછામાં ઓછા સાઠ સર્ગનું મહાકાવ્ય છે. એમાં આવતી કેટલીક ઉન્નેક્ષાઓ દુર્ગમ છે. આ મહાકાવ્યના કર્તા શ્રીહર્ષ છે. એઓ ઇ.સ.ના બારમા સૈકામાં થઈ ગયા છે. એઓ જાતે “બ્રાહ્મણ” હતા. પ્રથમ સર્ગના અંતમાંના ઉલ્લેખ અનુસાર એમના પિતાનું હીર અને માતાનું નામ મામલ્લાદેવી છે. “ચિન્તામણિ” મંત્રનો જાપ કરી એમણે કવ્યિશક્તિ પ્રાપ્ત કરી હતી એમ કેટલાકનું માનવું છે. આ શ્રીહર્ષે ખંડન-ખંડ-ખાદ્ય નામની દુર્બોધ કૃતિ રચી છે. વળી એઓ
વિજયપ્રશસ્તિ, છન્દપ્રશસ્તિ, ગૌડોવીંશ-કુલ-પ્રશસ્તિ એમ ત્રણ પ્રશસ્તિના તેમ જ અર્ણવવર્ણન અને P ૫૫ર શિવ-ભક્તિ-સિદ્ધિના પ્રણેતા છે. ગમે તેમ પણ આ કવિરત્નની વિદ્વત્તા પ્રશંસનીય છે. એમણે આ
નૈષધીયચરિત દ્વારા વિદ્વાનોને ઔષધરૂપ ગણાતા મહાકાવ્યમાં નળ અને દમયંતીની કથા મનોરમ રીતે આલેખી છે, ઈન્દ્ર, અગ્નિ, યમ અને વરુણ એ ચાર દેવો નળનું રૂપ લઈ સ્વયંવરમાં આવતાં પાંચ નળ જણાય છે. આ પાંચેના ગુણાદિ સાથે બંધબેસતું થાય એવું એક 'પદ્ય આ પ્રસંગને અંગે આ મહાકાવ્યના તેરમા સર્ગમાં છે. આમ આ પચાથ પદ્ય છે. આવી વિશિષ્ટતાવાળા આ મહાકાવ્ય ઉપર નીચે મુજબ ચાર જૈન ટીકાઓ છે :
(૧) ટીકા (લ. વિ. સં. ૧૧૭૦)- આ ૧૨000 શ્લોક જેવડી ટીકાના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. એઓ વિ. સં. ૧૧૭૦ની આસપાસમાં વિદ્યમાન હતા.
(૨) ટીકા (વિ. સં. ૧૫૧૧)- આના કર્તા રઘુવંશ આદિના ટીકાકાર અને ખરતર ગચ્છના કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધન છે. આ ટીકા વિ. સં. ૧૫૧૧માં રચાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં ઇ. સ. ૧૩૬૮નો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. ૧. આ નારાયણકૃત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૮૯૪માં પ્રસિદ્ધ થયું હતું. આ મહાકાવ્યનો પ્રા. કે. કે. પંડિકુઇએ કરેલો અંગ્રેજી અનુવાદ એમણે રચેલાં ટિપ્પણો અને એમની પ્રસ્તાવના
સહિત ઈ. સ. ૧૯૩૪માં છપાવાયો છે. ૨. આ મહાકાવ્ય ઉપર રામચન્દ્ર ટીકા રચી છે. બાર સર્ગ પૂરતી આ ટીકા વિનયવિજયગણિએ વિ. સં. ૧૬૮૬માં લખી હતી. એની હાથપોથી મળે છે. આ મહાકાવ્યમાંથી અનેકાર્થસંગ્રહ (૨, ૧૮, ૨, પ૬, ૨, ૨૭૪, ૨, ૨૯૯, ૨, ૩૦૩, ૨, પર૭, ૪, ૧૫૫, અને ૪, ૩૩૯)ની ટીકા નામે અનેકાર્થકૌરવકૌમુદીમાં અવતરણો અપાયાં છે. વિશેષ માટે જુઓ ડૉ. અરુણોદય ન. જાનીનો “જૈન યુગ” (નવું વર્ષ ૨, એ ૬)માં છપાયેલો લેખ નામે “શ્રી મહેન્દ્રસૂરિ દ્વારા નૈષધીયચરિતનો સર્વ પ્રથમ ઉલ્લેખ” ૩. “નૈષધ વિદતોષ” એવી લોકોક્તિ છે. જુઓ H c s L (p. 180) ४. “देवः पतिर्विदुषि ! नैषधराजगत्या निर्णीयते न किमु न वियते भक्त्या । नायं नलः खलु तवातिमहानलाभो ययेन मुज्झसि वरः कतरः परस्ते ॥३४॥" આ પદ્ય ઈન્દ્ર, અગ્નિ, યમ અને વરુણના પક્ષમાં ઘટે છે એમ આ પછીના (૩૫મા) પદ્યમાં શ્રીહર્ષે જાતે કહ્યું છે અને એ પ્રમાણેના પાંચ અર્થ નારાયણે રચેલી ટીકામાં જોવાય છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં તો ગ્રંથાગ્ર તરીકે ૧૨૦૦નો ઉલ્લેખ છે તો ખરું શું ? ૬. આ ટીકા છપાયેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org