________________
P ૫૪૮
૩૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ છત્રનું હૃદયંગમ આકર્ષક વર્ણન હોવાથી કેટલાક ભારવિને “છત્ર-ભારવિ' કહે છે.
આ મહાકાવ્ય ઉપર નીચે મુજબની ત્રણ જૈન ટીકાઓ છે –
(૧) ટીકા (વિ. સં. ૧૬૧૩)– બૃહદ્ ગચ્છના રત્નાકરસૂરિના શિષ્ય વિનયસુન્દરે ઉર્ફે વિનયરામે વિ. સં. ૧૬૧૩માં આ રચી છે.
(૨) પ્રદીપિકા- આના રચનાર “તપા' ગચ્છના રાજવિમલના શિષ્ય મુનિવિજયના શિષ્ય દેવવિજયગણિના શિષ્ય ધર્મવિજય છે. એમનો સમય વિક્રમની ૧૭મી સદી હોવાનું અનુમનાય છે.
(૩) ટીકા- મહેન્દ્રસૂરિના શિષ્ય મેઘકુમારે આ રચી છે.
(૬) ભટ્ટિકાવ્ય (ઇ. સ. ની સાતમી સદી)– આ કાવ્યને રાવણવધ પણ કહે છે. એનાં કર્તા ભટ્ટિએ પાણિનિકૃત અષ્ટા.નાં સૂત્રોનાં ઉદાહરણો પૂરાં પાડવા માટે રામનું ચરિત્ર યોજયું છે. આ સમગ્ર ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં સૌથી પહેલું યાશ્રય-કાવ્ય છે. એમાં *૨૨ સર્ગ છે. ભટ્ટિએ આમાં અલંકારશાસ્ત્રગત કાવ્યના ગુણો વિષે પણ નિરૂપણ કર્યું છે. વળી એમણે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ તરીકે “વલભી'નો અને ત્યાંના રાજા તરીકે શ્રીધરસેનનો ઉલ્લેખ કર્યો છે. ભટ્ટિનો સમય ઈ. સ.ની સાતમી સદી ગણાય છે.
જયમંગલા- આ પ્રસ્તુત કાવ્ય ઉપરની "જયમંગલની ટીકા છે. એમણે આ ટીકાનું નામ જયમંગલા રાખ્યું છે અને એને ભટ્ટિકાવ્યરૂપ સાગરની નૌકા તરીકે ઓળખાવી છે. આ ટીકાના કર્તા બૃહદ્ ગચ્છના જયમંગલસૂરિ છે અને એઓ વિ. સં. ૧૩૧૯ની આસપાસમાં થયા છે. એમ મુનિશ્રી ચતુરવિજયજીએ કહ્યું છે પરંતુ આ બાબત કોઈ પુરાવો મળે છે ખરો ?
તેમ જ અન્ય કવિઓનાં એવાં નામો માટે જ મારો નામે લેખ “કાવ્યોએ કવિઓને આપેલાં બિરુદો” આ લેખ “ફા. ગુ. સ. 2.” (પુ. ૨૬, અં. ૨)માં છપાયો છે. ૨. રાજસુન્દર અને વિજયસૂરિનાં નામ ઉપર એકેક ટીકા છે પણ એ ઉપર્યુક્ત વિનયસુન્દરકૃત ટીકાથી અભિન્ન
હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૧)માં કહ્યું છે. ૩. આ કાવ્ય “બોમ્બે સં. પ્રા. સિરીઝમાં મલ્લિનાથકૃત ટીકા સાથે બે ભાગમાં ઈ. સ. ૧૮૯૮માં તેમ જ
નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી જયમંગલકૃત જયમંગલા સાથે ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયું છે. ૪. દસમા સર્ગમાં અલંકારનાં ઉદાહરણો છે. ૫. જટીશ્વર અને જયદેવ એવાં એમનાં બે નામાંતર છે. ૬. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૧૨)માં વાસુદેવસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિના શિષ્ય જયમંગલસૂરિએ વિ. સં. ૧૩૧૯માં ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચ્યાનો, પૃ. ૪૧૪માં એમના શિષ્ય સોમચન્દ્ર વિ. સં. ૧૩૨૯માં વૃત્તરત્નાકર ઉપર ટીકા રચ્યાનો અને પૃ. ૬૦૮માં ૧૩મા શતકમાં જયમંગલસૂરિએ મહાવીરજન્માભિષેક રચ્યાનો ઉલ્લેખ છે પરંતુ ભટ્ટિકાવ્યના ટીકાકાર તરીકે કે જયમંગલા નામની કોઈ કૃતિના પ્રણેતા તરીકે કોઈ જયમંગલસૂરિનો એમાં નિર્દેશ નથી. ૭. જુઓ એમનો લેખ “જૈનેતર સાહિત્ય અને જૈનો” ૮. જિ. ૨. કો. (વિ. ૧)માં ભટ્ટિકાવ્ય કે એની કોઈ જૈન ટીકા કે જયમંગલા નામની કોઈ કૃતિની નોંધ નથી.
P ૫૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org