________________
- ૫૪૪
૩૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૩) ટીકા (લ. વિ. ૧૫૦૫)– રઘુવંશાદિના ટીકાકાર “ખરતરમ્ ગચ્છના ચારિત્રવર્ધને વિ. સં. ૧૫૦૫ની આસપાસમાં આ ટીકા રચી છે. એમાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની નોંધ D c G C M (Vol. XIII, pt. 2, p. 164)માં લેવાઈ છે.
(૪) દીપિકા (વિક્રમની ૧૬મી સદી)- ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય ક્ષેમહંસગણિએ વિક્રમની ૧૬મી સદીમાં ૧૧૫૦ શ્લોક જેવડી આ રચી છે.
(૫) અવચૂરિ (લ. વિ. સં. ૧૬૭૫)- ખરતરમ્ ગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય જયમન્દિરના શિષ્ય કનકકીર્તિએ વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં આ રચી છે.
(૬) ટીકા (વિ. સં. ૧૬૯૩)- ખરતર' ગચ્છના મહોપાધ્યાય શિવનિધાનના શિષ્ય મહિમસિંહગણિએ પોતાના શિષ્ય હર્ષવિજયને માટે આ ટીકા વિ. સં. ૧૬૯૩માં રચી છે. આમાં જે ગ્રંથો અને ગ્રંથકારો વિષે ઉલ્લેખ છે તેની સૂચી D c G C M (Vol. XII, pt. 2, p. 148)માં અપાઈ છે.
(૭) અવચૂરિ (વિ. સં. ૧૬૯૪)- ખરતર' ગચ્છના જ્ઞાનપ્રમોદના શિષ્ય ગુણાનન્દના શિષ્ય વિનયચન્દ્ર રાડદ્રહમાં વિ. સં. ૧૬૯૪માં આ અવસૂરિ રચી છે.
(૮) સુગમાન્ડયા (વિક્રમની ૧૭મી સદી)- આના કર્તા સુમતિવિજય છે. એઓ વિનયમેના શિષ્ય થાય છે. ૧૫૦૦ શ્લોક જેવડી એમની આ રચના વિક્રમની ૧૭મી સદીની હોય એમ લાગે છે. આની એક હાથપોથી વિ. સં. ૧૮૦૪માં લખાયેલી છે.
(૯) વૃત્તિ (ઉ. વિ. સં. ૧૭૮૨) આ વિ. સં. ૧૭૦૨માં સ્વર્ગે સંચરેલા સમયસુન્દરગણિએ રચી છે પણ એ પૂરી મળી નથી.
(૧૦) સુખબોધિકા (વિ. સં. ૧૭૦૯)– રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશાદિના ટીકાકાર *શ્રીવિજયગણિએ વિજયાનન્દસૂરિના રાજ્યમાં આ ટકા વિ. સં. ૧૭૦૯માં રચી છે.
(૧૧) ટીકા (ઉ. વિ. સં. ૧૭૭૯)- આ વિજયસૂરિની રચના છે. એની એક હાથપોથી વિ. સં. ૧૭૦૯માં લખાયેલી છે.
. (૧૨) સુખબોધિકા (વિ. સં. ૧૭૬૪)– મેઘરાજગણિએ આ નામની ટીકા વિ. સં. ૧૭૬૪માં રચી છે. ૧. આ “ચૌખંબા સંસ્કૃત સિરીઝમાં છપાઈ છે. ૨. આ પૈકી એક ગ્રંથ તે ચાન્દ્ર શબ્દાનુશાસન છે. ૩. જુઓ સ. કૃ. યુ. (વક્તવ્ય, પૃ. ૨૮) આ કૃતિ (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. ૫૧)માં એવો ઉલ્લેખ છે
કે મેઘદૂતના આદ્ય પદ્યના ત્રણ અર્થ સમયસુદરગણિએ કર્યા છે. આ ઉલ્લેખ સાચો હોય તો એ અર્થો મેઘદૂતની ઉપર્યુક્ત વૃત્તિનો ભાગ છે કે નહિ તે જાણવું બાકી રહે છે. ૪. જુઓ પૃ. ૫૩૮ અને ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org