________________
|
૩૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ કો. (વિ. ૧)માં નોંધાયેલી નથી પણ આ રઘુવિલાસ તેમ જ ચાર પ્રકાશિત રૂપકો સહિત હવે છપાય છે એમ જાણવા મળે છે.
આ રૂપકમાંનાં બે મુખ્ય પાત્રો તે મલ્લિકા અને મકરન્દ છે. મલ્લિકા એ વૈનતેય નામના વિદ્યાધર અને એની પત્ની ચન્દ્રલેખાની પુત્રી થાય છે. આ છ અંકના પ્રકરણના પ્રારંભમાં કહ્યું છે કે રાજકુમારી મલ્લિકા રાત્રે મદનના મન્દિરમાં આવી આપઘાત કરવા તૈયાર થાય છે પરંતુ મકરન્દ એને બચાવી લે છે. એ બંને પરસ્પર અનુરાગી બને છે અને મલ્લિકા એને પોતાના કાનના અલંકાર આપે છે– અંક ૧
મકરન્દને જુગારીઓ પકડી જાય છે. ત્યાર બાદ મલ્લિકાનો કહેવાતો પિતા એને છોડવે છે. એ મકરન્દને કહે છે કે સોળ વર્ષ ઉપર મલ્લિકાઓની ઘટામાંથી મને મલ્લિકા મળી આવી હતી. એ વેળા એની મુદ્રિકા ઉપર તૈનતેયની મુદ્રા (seal) હતી અને એના કેશમાંના એક ભૂર્જપત્ર પર લખ્યું હતું કે સોળ વર્ષ પછી ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ હું આ મલ્લિકાના પતિને અને પાલકને મારી ને માલ્લિકાને લઈ જઈશ. મકરન્દ મલ્લિકાનો બચાવ કરવા જાય છે પરંતુ કાઈક મલ્લિકાને ઉપાડી જાય
છે –અંક ૨ P ૫૧૯
મલ્લિકાને વિદ્યાધરોના રાજ્યમાં લઈ જવાય છે. ત્યાં એ ચિત્રાંગદને પરણવા ના પાડે છે એવામાં મકરન્દ આવતાં ચન્દ્રલેખા ગુસ્સે થાય છે.- અંક ૩
મલ્લિકાના ઉપર ચન્દ્રલેખા પૂરતો જાપ્તો રાખે છે એટલે મકરન્દનું કશું વળતું નથી. ત્યાં એક પોપટને મકરન્દનો સ્પર્શ થતાં એ માનવ બની જાય છે. એ વૈશ્રવણ છે અને એને મનોરમા નામની પત્ની છે. એ વૈશ્રવણને એક વૃદ્ધા રતિક્રીડા માટે બોલાવે છે પણ એ ના પાડે છે એટલે એને એ સ્ત્રી કે જે ચન્દ્રલેખા છે–મલ્લિકાની મા જ છે તે પોપટ બનાવી દે છે અને એની પત્ની મનોરમાને પોતાની પુત્રીની દાસી તરીકે રાખે છે. આ ચન્દ્રલેખા કુલટા છે અને એ ગન્ધમૂષિકા નામની સાથ્વીના આશ્રમમાં રહે છે. મકરન્દ ચિત્રાંગદને મળવા જાય છે એટલે એ એને બંદીવાન બનાવે છે.- અંક ૪
વૈશ્રવણ અને મનોરમા મકરન્દને સહાય કરવાનું નક્કી કરે છે. મલ્લિકા મકરન્દ પ્રત્યેનો પ્રેમ પોતાની માતા આગળ જાહેર કરે છે પરંતુ પાછળથી ચિત્રાંગદ પ્રત્યે.- અંક ૫
છઠ્ઠા અંકના વિખંભમાં કહ્યું છે કે મલ્લિકા ચિત્રાંગદને ચાહતી હોય એવો દેખાવ કરે છે. એ બેનાં લગ્ન થાય તે પહેલાં યક્ષાધિરાજ અને મલ્લિકાના લગ્ન થઈ જાય છે. આ જ યક્ષાધિરાજ તે મકરન્દ હોવાનું જણાય છે અને બધાં આ લગ્ન માટે સંમતિ દર્શાવે છે. મકરન્દ સાથે મલ્લિકાનું મિલન એ આ પ્રકરણની પૂર્ણાહૂતિરૂપ બને છે.– અંક ૬
અંગ્રેજીમાં સારાંશ- N D R G (પૃ. ૨૩૦-૨૩૨)માં અપાયો છે.
(૯) યદુવિલાસ- આ રૂપકનો રઘુવિલાસની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. એ વિશે કશી માહિતી P પ૨૦ N D R Gમાં જણાતી નથી. જિ. ૨. કોડમાં આ નામથી કોઈ કૃતિ જ નોંધાયેલી નથી. આમાં કૃષ્ણને
અંગે કોઈ બાબત હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org