________________
3०८
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ આ છ અંકના આદિમ રૂપક યાને નાટક દ્વારા સત્યવાદી તરીકે સુપ્રસિદ્ધ હરિશ્ચન્દ્રનો વૃત્તાન્ત આલેખ્યો છે. શિકાર કરતા હરિશ્ચન્દ્રને હાથે ગર્ભિણી હરિણીને બાણ વાગે છે. એને કુલપતિની પુત્રીએ પાળી હતી એથી એ દુઃખી થાય છે અને એ મરી જશે એમ જણાતાં એ અનશન કરવા ઇચ્છે છે. એની પાછળ એની માતા પણ તેમ કરવા તૈયાર થાય છે. એની જાણ થતાં કુલપતિ આ હરિશ્ચન્દ્ર પર ગુસ્સે થાય છે. એ ઉપરથી એ રાજા કુલપતિને કહે છે કે આ પાપમાંથી મુક્ત થવા કહો તો હું પૃથ્વીનું દાન દઉં. કુલપતિ એની હા પાડે છે. એવામાં હરિણી મરી ગયાના સમાચાર મળે છે અને કુલપતિની પુત્રી એના ભેગો પોતાનો અગ્નિસંસ્કાર કરવા કહે છે. એને શાન્ત પાડવા માટે હરિશ્ચન્દ્ર લાખ સુવર્ણ આપવાનું કહે છે. આગળ જતાં રાજા સુવર્ણ આપે છે ત્યારે કુલપતિ કહે છે કે આ તો મારાખજાનાનો માલ છે કેમકે પૃથ્વી મને અપાઈ ગઈ છે. એ સાંભળી હરિશ્ચન્દ્ર રાજયનો ત્યાગ કરે છે. “કાશી' જઈ એ પોતાની પત્ની સુતારા અને પુત્ર રોહિતાશ્વને અનુક્રમે પાંચ હજાર સુવર્ણ અને એક હજાર સુવર્ણ લઈ વેચે છે અને પોતે સ્મશાનમાં દાસકર્મ કરે છે. રોહિતાશ્વનું સર્પના દંશથી મૃત્યુ થતાં સુતારા એને સ્મશાનમાં લાવે છે. ત્યાં હરિશ્ચન્દ્ર એનું આચ્છાદન-વસ્ત્ર આપવા કહે છે. એ કસોટીના પ્રસંગે બે દેવો આવે છે અને એના પૈર્યની અને સત્ય વ્રતની પ્રશંસા કરે છે અને આ બધું તર્કટ હોવાનું કહે છે.
આ નાટકમાં નીચે મુજબની બે ઘટનાઓનો ઉલ્લેખ છે :
(૧) અંગારમુખને સુતારાનો – હરિશ્ચન્દ્રનો સેવક કુન્તલ મારવા ધસે છે ત્યાં તો અંગારમુખ એને શિયાળ બનાવી દે છે– પૃ. ૧૯
(૨) કુલપતિ સાથે હરિશ્ચન્દ્રના અમાત્ય વસુભૂતિને બોલાચાલી થતાં કુલપતિ એને પોપટ બનાવી દે છે.– પૃ. ૨૨
સજુલન– ચતુર્થ અંકમાં એક માંત્રિક સુતારાને રાક્ષસી તરીકે લાવે છે. એ અદ્ભુત પ્રસંગને P ૫૧૫ રાજશેખરકૃત સટ્ટય નામે કપૂરમંજરીમાં ભૈરવાનન્દ નાયિકાને સ્નાન કરતી રંગભૂમિ ઉપર રજૂ
કર્યાની બાબત સાથે સરખાવી શકાય. હર્ષકૃત નાગાનન્દના ચતુર્થ અંકમાં જેમ જીમૂતવાહન શંખચૂડને બચાવવા ગરુડને પોતાનો ભોગ આપે છે તેમ આ નાટકના પાંચમાં અંકમાં હરિશ્ચન્દ્ર રાજકુંવરને બચાવવા એક વિદ્યાધરને પોતાનો ભોગ આપે છે.'
પૌર્વાપર્ય- નાટયદર્પણની નિવૃત્તિ (પૃ. ૩૦-૩૬ ઈ.')માં આની નોંધ છે એટલે આ નાટક આ વિવૃત્તિ કરતાં પહેલાનું છે. આ નાટક નલવિલાસની પછી યોજાયું છે. નલવિલાસનાં બે પદ્યો આ નાટકમાં જોવાય છે. ૧. અંગ્રેજીમાં સારાંશ માટે જુઓ N D R G (PP. 224-225) ૨. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૭૪-૭૫) ૩. જુઓ N D R G (p. 225) ૪. ઇત્યાદિથી સૂચિત પૃષ્ઠો માટે જુઓ આ વિવૃત્તિ (પૃ. ૨૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org