________________
પ્રકરણ ૩૪ : દૃશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૪-૫૧૮]
૩૦૯ (૭) 'નિર્ભય-ભીમ (લ. વિ. સં. )– ઉપર્યુક્ત રામચન્દ્ર આ એક અંકનો વ્યાયોગ રચ્યો છે.
વ્યાયોગો બહુ ઓછા રચાયા લાગે છે, જો કે ભાસે મધ્યમ-વ્યાયોગ રચી એના શ્રીગણેશ માંડ્યા હતા. પ્રહલાદનદેવનો પાર્થપરાક્રમ નામનો વ્યાયોગ ઈ. સ. ૧૧૬૩ થી ઈ. સ. ૧૨૧૩ના ગાળામાં રચાયો છે. “કાલંજર'ના પરમર્દિદેવના મી તરીકે ઇ. સ. ૧૧૭૬થી ઇ. સ. ૧૨૦૩ સુધી કાર્ય કરનારા વત્સરાજે પારિભાષિક દૃષ્ટિએ આકર્ષક એવો કિરાતાર્જુનીય નામનો વ્યાયોગ રચ્યો છે. વળી વિશ્વનાથે ઈ. સ. ૧૩૧૬ના અરસામાં સૌગન્ધિકાહરણ નામનો વ્યાયોગ રચ્યો છે. આમ કેટલાક P ૫૧૭ વ્યાયોગ છે.
પ્રસ્તુત વ્યાયોગમાં ભીમ બક રાક્ષસનો વધ કરે છે એ વાત છે આ વિષય મહાભારતના “આરણ્યક' પર્વમાં આલેખાયો છે. અહીં આનો પ્રારંભ ભીમ વન્ય વેષમાં રહેલી દ્રૌપદીને વનની શોભા જોવા લઈ જાય છે એ હકીકતથી કરાયો છે. આગળ જતાં બકના મંદિરનો પરિચારક એ બંનેને મળે છે. એ કહે છે કે એ રાક્ષસથી બીધેલા લોકો દરરોજ વધ્ય જનને અનુકૂળ વસ્ત્રાદિ ધારણ કરેલા એવા એક માણસને એને સમર્પે છે એ ઉપહાર-પુરુષ આવીને આ વધ્યશિલા ઉપર બેસે છે એટલે બક આવી એને ખાઈ જાય છે. એ વાત થાય છે એવામાં એવો એક પુરુષ આવે છે. એની જગ્યાએ ભીમસેન બેસી જાય છે અને દ્રૌપદી સંતાઈ જાય છે. આગળ ઉપર બક બે રાક્ષસો સાથે આવે છે. એક દ્રૌપદીને શોધી કાઢે છે. બક ભીમસેનને ખસેડી શકતો નથી ત્યારે એ પાંચ છ બીજા રાક્ષસોને બોલાવી એને ઉપડાવે છે. બંને વચ્ચે યુદ્ધ થતાં બકનું મરણ થાય છે. એ દરમ્યાન બીકની મારી દ્રૌપદી ગળે ફાંસો નાંખી મરવાની તૈયારી કરે છે. ત્યાં તો યુધિષ્ઠિર વગેરે બીજાં પાંડવો આવી પહોંચે છે અને દ્રૌપદીને બચાવે છે. એવામાં ભીમ ક્ષેમકુશળ પાછો ફરે છે. પેલો ઉપહાર-પુરુષ બચી જવાથી એનો ઉપકાર માને છે અને એનું શ્રેય ઇચ્છે છે.
આ વ્યાયોગનો પ્રારંભિક ભાગ નાગાનન્દ (અં. ૫)નું સ્મરણ કરાવે છે.
ઉલ્લેખ– નાટ્યદર્પણની સ્વોપજ્ઞ વિવૃત્તિ (પૃ. ૬૮)માં નિર્ભયભીમ-વ્યાયોગનો ઉલ્લેખ છે. P ૫૧૮ એ ઉપરથી એમ કહી શકાય કે આ વ્યાયોગ આ વિવૃતિ કરતાં પહેલો રચાયો છે. આ વ્યાયોગનો નવમો શ્લોક નલવિલાસ (અં. ૫)માં નવમા શ્લોક તરીકે જોવાય છે.
(૮) મલ્લિકા-મકરન્દ- આ પ્રકરણના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. નાટ્યદર્પણ (વિવેક ૩, શ્લો. ૧૨૩)ની નિવૃત્તિ (પૃ. ૧૭૧)માં આ પ્રકરણનો ઉલ્લેખ છે આની એકે હાથપોથી જિ. ૨.
૧. આ વ્યાયોગ “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૭માં છપાયો છે. ૨. આનું લક્ષણ ભરત નાટ્યશાસ્ત્ર (અ. ૧૮,)માં આપ્યું છે. એને અંગેનાં આ નાટ્યશાસ્ત્ર (અ. ૨૦) ગત
ચાર પદ્યો કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૩)ની વૃત્તિ નામે અલંકારચૂડામણિ (પૃ. ૪૪૦-૪૪૧)માં ઉદ્ભૂત કરાયાં છે.
૩. આની સમીક્ષા માટે જુઓ N D R G (p. 228) [૪. આ એલ.ડી.સિરિજ ૯૧માં છપાયો છે. સં. મુનિ પુણ્યવિજય Introduction વી. એમ. કુલકર્ણી.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org