________________
૩૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ P પ૨૨ પુત્ર થાય છે. “વાદી” દેવસૂરિએ સ્ત્રી પણ મુક્તિની અધિકારી છે અને એનો દેહ એમાં આડે આવતો
નથી એ વાત સિદ્ધરાજ જયસિંહની સમક્ષ કર્ણાટકના દિ. કુમુદચન્દ્ર સાથેના વાદમાં સિદ્ધ કરી હતી એ વાત આ નાટકમાં રજૂ કરાઈ છે. આ વાદ વિ. સં. ૧૧૮૧માં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે થયો હતો એમ પ્ર. ચ. (શૃંગ ૨૧, શ્લો. ૧૯૩)માં કહ્યું છે. વિશેષમાં આ વાદના સમયે પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વળી ૩૬ વર્ષના હેમચન્દ્રસૂરિ આ વાદ વખતે હાજર હતા.
'મોહરાજ-પરાજય (લ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા જૈન ગૃહસ્થ યશપાલ છે. તેઓ રાજા અજયપાલ (ઇ. સ. ૧૧૭૩- ઈ. સ. ૧૧૭૬)ને મંત્રી થાય છે. એ મંત્રી “મોઢ' વંશના મંત્રી ધનદેવ અને રુકિમણીના પુત્ર થાય છે. એમણે આ નાટક થારાપદ્ર (થરાદ)માં “કુમાર-વિહારક્રોડાલંકાર’ મહાવીરસ્વામીના યાત્રા મહોત્સવને પ્રસંગે અજયપાલના રાજ્યમાં પાંચ અંકમાં રચ્યું હતું. આ રૂપકાત્મક (allegorical) નાટક દ્વારા કુમારપાલનાં લગ્ન “ધર્મરાજ અને વિરતિની પુત્રી કૃપાસુંદરી' સાથે મહાવીરસ્વામી અને “કલિ.” હેમચન્દ્રસૂરિની સમક્ષ વિ. સં. ૧૨૧૬ના માગસર સુદ
બીજે' થયાની હકીકત વર્ણવાઈ છે. P પર૩ પ્રસ્તુત નાટકના પ્રથમ અંકના ગ્લો. ૨૮ ઉપરથી એમ જણાય છે કે કુમારપાલને પોતાના
તરફની સિદ્ધરાજની કરડી નજરને લઈને) ભટકવું પડ્યું હતું. આ નાટક વિ. સં. ૧૨૨૯ થી વિ. સં. ૧૨૩૨)ના ગાળામાં રચાયેલું હોય એમ જણાય છે. આ નાટક સાહિત્યની જ દષ્ટિએ મહત્ત્વનું છે એટલું જ નહિ પરંતુ ગુજરાતની બારમી સદીના ઐતિહાસિક અને સામાજિક સામગ્રીની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે.
આ મોહરાજપરાજ્ય (પૃ. ૯૩-૯૫) ઉપરથી એ વાત જણાય છે કે કુમારપાલ જૈન બન્યા તે પહેલાં એમને માંસાહાર પ્રત્યે ખૂબ આસક્તિ હતી. એથી એના પ્રાયશ્ચિત્ત તરીકે એમણે પોતાના પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે બોત્તેર જિનાલયવાળું મોટું) ત્રિભુવન-વિહાર નામનું જૈન મંદિર અને બીજા બત્રીસ જિનાલયો બંધાવ્યાં હતાં.
"પ્રબુદ્ધ-રૌહિણેય (લ. વિ. સં. ૧૨૪૦)- આ છ અંકનું નાટક ‘વાદી દેવસૂરિનાં સંતાનીય (? શિષ્ય) જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર રચ્યું છે. આ નાટક ચાહમાન સમરસિંહદેવ રાજાના
૧. આ નાટકને મોહપરાજય પણ કહે છે. એ સ્વ. ચીમનલાલ દલાલની પ્રસ્તાવના સહિત “ગા. પી. ચં.”
માં ગ્રંથાક ૯ તરીકે ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. ૨. આ દિવસે કુમારપાલે પ્રકટપણે “જૈન” ધર્મ સ્વીકાર્યો એમ કહેવાય છે. ૩. HTL (Vol. II, p. 547) માં રચનાસમય તરીકે ઇ. સ. ૧૨૨૯થી ઇ. સ. ૧૨૩રનો ગાળો સૂચવાયો છે તે યોગ્ય જણાતો નથી, જો કે “ગા. પી. ગં.”ના સૂચીપત્રમાં પણ આ જ રચનાસમય છપાયો છે. જિ. ૨. કો. (વિ.
૧, પૃ. ૩૧૬)માં તો ઇ. સ. ૧૧૭૩ થી . સ. ૧૧૭૬નો ઉલ્લેખ છે અને એ વાસ્તવિક છે. ૪. આ નાટક “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૮માં છપાવાયું છે. એના નિવેદનમાં પ્રાચીન જૈન
લેખસંગ્રહ (ભા. ૨)માંનો જાલોરદુર્ગને લગતો લેખ અપાયો છે. [આ. શીલચન્દ્રસૂરિના ગુજ.અનુવાદ સાથે જૈન સાહિત્ય અકાદમી ગાંધીનગરથી સં. ૨૦૫૯માં છપાયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org